Amul Dahi Price Hike : અમૂલે ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો, દૂધ બાદ દહીના ભાવમાં વધારો કર્યો
Amul Masti Dahi PriceHike : ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર, અમૂલ મસ્તી દહીંના ભાવમાં વધારો ઝીંકાયો, દૂધ બાદ દહીંમાં ચૂપચાપ વધારો ઝીંકી દેવાયો, 5 જૂનથી નવો ભાવવધારો અમલમાં આવી ગયો
Amul Masti Dahi Price Hike બુરહાન પઠાણ/આણંદ : નાગરિકોને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગે તેવા સમાચાર અમૂલે આપ્યા છે. અમૂલે તાજેદરમાં જ દૂધના ભાવમાં વધારો કર્યો હતો. ત્યારે હવે અમૂલ દહીના ભાવમાં પણ વધારો કર્યો છે. ચોંકાવનારી બાબત એ છે કે, અમુલ દ્વારા ગુપચુપ અમુલ મસ્તીના દહીંમાં પણ વધારો ઝીંક્યો છે.
અમૂલે ગુજરાતના ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. આજે અમુલે દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો ઝીંક્યો છે. દહીના ભાવમાં વધારો ચૂપચાપ રીતે કરાયો છે. ગત 5 મી જુનથી ભાવ વધારો અમલમાં આવી ગયો છે. ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારો માટે દહીંનો સ્વાદ દુર્લભ બનશે.
- અમુલ મસ્તી દહીં 200 ગ્રામ જૂનો ભાવ 18 નવો ભાવ 19
- અમુલ મસ્તી દહીં 400 ગ્રામ જૂનો ભાવ 34 નવો ભાવ 35
- અમુલ મસ્તી દહીં 1કિલો જૂનો ભાવ 72 નવો ભાવ 75
- અમુલ મસ્તી દહીં 1 કિલો બકેટ જૂનો ભાવ 100 નવો ભાવ 110
ગુજરાત રાજકારણમાં મુદ્દાનો સવાલ : પાટીલ બાદ કોણ બનશે ભાજપના નવા પ્રદેશ પ્રમુખ
ગ્રાહકો માટે મોટો ઝટકો
દૂધ બાદ દહીના ભાવમાં પણ વધારો એ ગ્રાહકો માટે મોટો ઝટકો સમાન છે. કારણ કે, એક જ મહિનામાં દૂધ બાદ દહીંના ભાવમાં પણ વધારો કરાયો છે. જેથી ગૃહિણીઓનું ઘરનુ બજેટ બગડી શકે છે. ગરીબ અને મધ્યમ વર્ગના પરિવાર પર મોંઘવારીનો વધુ એક માર ઝીંકાયો છે. દેશમાં મોંઘવારી સતત વધી રહી છે. મોંઘવારી અટકવાનું નામ નથી લઇ રહી. ત્યારે હવે ગુજરાતમાંથી વધુ એક મોટો ઝટકો પ્રજા માટે આવ્યો છે.
પાટીદાર સમાજ માટે લાંછનરૂપ ઘટના : વિદેશથી આવેલી દાનની રકમનો હિસાબ ન મળતા બાખડ્યા