Amul એ વટાવી દીધું રૂ. ૫૩,૦૦૦ કરોડનું ટર્નઓવર, ૧૯૪૬માં ૨૫૦ લીટર દૂધ એકત્ર કરીને અમૂલે કર્યો હતો પ્રારંભ
કોરોના મહામારીની નકારાત્મક અસર, રેસ્ટોરન્ટસ, હોટલો અને કેટરીંગની નહિવત માંગ હોવા છતાં અમૂલ ફેડરેશનના દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂ.૩૯,૨૪૮ કરોડનું ટર્નઓવર નોંધાવવામાં આવ્યું હતું.
આણંદ: અમૂલ (Amul) સહકારી ચળવળને ૭૫ વર્ષ થવા પ્રસંગે અમૂલે રૂ.૫૩,૦૦૦ કરોડનું ટર્નઓવર (Turnover) વટાવી દીધું છે. અમૂલ સહકારી ચળવળની શરૂઆત વર્ષ ૧૯૪૬માં ભારત (India) ની આઝાદીની ચળવળ પેહલા થઈ હતી જ્યારે ખેડા (Kheda) જિલ્લાના ખેડૂતોએ બ્રિટીશ સરકાર (British Government) ની શોષણ નીતિ સામે હડતાળ પાડી હતી.
વર્ષ ૧૯૪૬માં બે નાના ગામડાંમાંથી દૈનિક માત્ર ૨૫૦ લીટર દૂધ એકત્ર કરીને અમૂલ (Amul) સહકારી માળખાનો પ્રારંભ કરાયો હતો. આજે અમૂલ દૈનિક ૨૯૦ લાખ લિટર દૂધના એકત્રીકરણની ટોચ પર પહોંચ્યું છે અને ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના (અમૂલ ફેડરેશન) આજે ભારત (India) ની સૌથી મોટી ખાદ્ય ઉત્પાદન કરતી સંસ્થા છે.
Weather Department: આ તારીખથી રાજ્યમાં ભારે વરસાદની સંભાવના, SDRFની ૧૧ ટીમ એલર્ટ
વર્ષ ૨૦૨૦-૨૧ માં અમૂલ ફેડરેશન (Amul Federation) ના નેજા હેઠળના દૂધ સંઘો દ્વારા દૂધના એકત્રીકરણમાં અગાઉના વર્ષની તુલનામાં ૧૪ ટકા વૃધ્ધિ હાંસલ કરાઈ હતી. કોવિડ મહામારી વચ્ચે અમૂલ ફેડરેશન સંલગ્ન દૂધ સંઘો દ્વારા દૈનિક ૩૫-૪૦ લાખ લિટર દૂધ પ્રતિદિવસ સંપાદિત કરવામાં આવતું હતું.
તા.૨૦ જુલાઈ, ૨૦૨૧ ના રોજ અમૂલ ફેડરેશનના પરિણામો સંસ્થાની ૪૭મી વાર્ષિક સામાન્ય સભામાં જાહેર કરાયા હતા. કોરોના મહામારીની નકારાત્મક અસર, રેસ્ટોરન્ટસ, હોટલો અને કેટરીંગની નહિવત માંગ હોવા છતાં અમૂલ ફેડરેશનના દ્વારા વર્ષ ૨૦૨૦-૨૧ માં રૂ.૩૯,૨૪૮ કરોડનું ટર્નઓવર નોંધાવવામાં આવ્યું હતું, જ્યારે અમૂલનું ગ્રુપ ટર્નઓવર રૂ. ૫૩,૦૦૦ કરોડ નોંધાયું છે.
અમૂલ (Amul) ના કન્ઝ્યુમર પેકમાં થતાં બિઝનેસ ગત વર્ષ કરતાં ૮.૧ ટકાનો વધારો થયો છે, જ્યારે બલ્ક ડેરી કોમોડિટીઝના બિઝનેસ કોરોના (Coronavirus) ના કારણે વર્ષ ૨૦૨૦-૨૧માં ઘટાડો નોંધાયો હતો. ડેરી ક્ષેત્રની સહકારી ચળવળ માટે પ્રેરણારૂપ આ સંસ્થા હવે તેનું ગ્રુપ ટર્નઓવર વર્ષ ૨૦૨૫ સુધીમાં રૂ.૧ લાખ કરોડનો ને પણ વટાવી જવા માંગે છે. આઈએફસીએનના ડેરી સંસ્થાઓનો ગ્લોબલ રેંકીંગમાં હાલમાં અમૂલ ૮મું સ્થાન ધરાવે છે જે વર્ષ ૨૦૧૨ માં તે ૧૮માં સ્થાને હતું.
અમૂલ ફેડરેશન (Amul Federation) ના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું કે “વિતેલા ૧૧ વર્ષ દરમ્યાન દૂધના એકત્રીકરણમાં ૧૭૧ ટકાનો વધારો થયો છે. આ ભારે વૃધ્ધિનું મુખ્ય કારણ છે દૂધ ઉત્પાદકોને દૂધના એકત્રીકરણની ચૂકવાયેલી ઉંચી કિંમત. આ ગાળામાં દૂધ ઉત્પાદકોને ચૂકવવામાં આવતા ભાવમાં ૧૩૬ ટકાનો વધારો થયો છે. દૂધના ઉંચા વળતરયુક્ત ભાવ મળવાના કારણે ખેડૂતોનો દૂધ ઉત્પાદનમાં રસ જાળવી શકાયો છે અને બહેતર વળતર મળવાના કારણે ખેડૂતો દૂધ ઉત્પાદન માટે મૂડી રોકાણ કરવા માટે પ્રોત્સાહિત થયા છે.”
Ahmedabad-Vadodara Express Highway પર ટ્રક અને આઇસર વચ્ચે અકસ્માત, બેના મોત
શામળભાઈ પટેલે વધુમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૦-૨૧ માં કોરોના મહામારી દરમ્યાન હેરફેર તથા અન્ય નિયંત્રણો છતાં અમારી ટીમે ગ્રાહકો સુધી અમૂલના ઉત્પાદનો પહોંચાડવાનો પડકાર ઉપાડી લઈને પ્રશંસાપાત્ર કામગીરી કરી છે. નવા મંત્રાલયની રચના સહકારી સંસ્થાઓના સમાજ અને અર્થતંત્રમાં વધુ મહત્વ મળશે.
અમૂલ ફેડરેશન (Amul Federation) ના મેનેજીંગ ડિરેક્ટર આર એસ સોઢીએ જણાવ્યું હતું કે “કોરોના મહામારી દરમ્યાન હોટલ, રેસ્ટોરન્ટસ, કાફે અને કેટરીંગ સેગમેન્ટની માંગમાં નોંધપાત્ર ઘટાડો થતાં અમે અમારા ઉત્પાદનોનો ઘરવપરાશ ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.
અમે અમારી માર્કેટીંગ ઝૂંબેશને ફરીથી ડિઝાઈન કરીને ગ્રાહકોને અમારી પ્રોડક્ટસ અને રેસ્ટોરન્ટસ સ્ટાઈલની વાનગીઓની રેન્જ અંગે માહિતગાર કર્યા હતા. અમૂલે ઝડપભેર તેના સપ્લાય ચેઈન મોડેલમાં ફેરફાર કરીને લોકો સુધી તેના ઉત્પાદનો પહોંચાડ્યા છે અને તે પણ એવા સમયે કે જ્યારે લોકો કોરોના અંગેના ભયને કારણે ઘરમાં વધુ સમય ગાળી રહ્યા હતા.
અમૂલે (Amul) તમામ ઓનલાઈન અને ઈ-કોમર્સ હોમ ડિલીવરી પ્લેટફોર્મનો અસરકારક ઉપયોગ કરીને ઉત્પાદનો ગ્રાહકોના ઘર આંગણે પહોંચાડ્યા હતા. અમૂલ કાર્ટ એપ્પ મારફતે અમૂલે રિટેઈલરોને તેના વિતરકો સમક્ષ ઓનલાઈન ઓર્ડર મૂકવાની તક પૂરી પાડી હતી, જ્યારે લોકોની હેરફેર પર નિયંત્રણ હતા ત્યારે આ સગવડ વધુ ઉપયોગી નિવડી હતી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube