જીસીએમએમએફ (અમૂલ)ના મેનેજીંગ ડિરેકટરની ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે નિમણુંક
જીસીએમએમએફ (GCMMF) ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢી (RS Sodhi ) ની તા. ૧ જૂન, ૨૦૨૧ ના રોજ યોજાયેલી આઈડીએફ (IDF) ની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે.
જપ્તવ્ય યાજ્ઞિક, આણંદ: ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન લિ. જીસીએમએમએફ (GCMMF) ના મેનેજીંગ ડિરેકટર ડો. આર.એસ.સોઢી (RS Sodhi ) ની તા. ૧ જૂન, ૨૦૨૧ ના રોજ યોજાયેલી આઈડીએફ (IDF) ની જનરલ એસેમ્બલી પ્રસંગે ઈન્ટરનેશનલ ડેરી ફેડરેશનના બોર્ડમાં સર્વાનુમતે પસંદગી કરવામાં આવી છે. રસપ્રદ વાત એ છે કે દર વર્ષે ૧ જૂનને "વર્લ્ડ મિલ્ક ડે” (World Milk Day) તરીકે ઉજવવામાં આવે છે. ઈન્ડીયન નેશનલ કમિટી ઓફ ઈન્ડીયા એ ડો. સોઢીનું નામ સૂચવવ્યું હતું, જે સર્વાનુમતે સ્વીકારવામાં આવ્યું હતું.
આઈડીએફમાં નિમણુંક પ્રસંગે ડો.સોઢી એ જણાવ્યું હતું કે “વિશ્વના સૌથી મોટા દૂધ ઉત્પાદક દેશનું પ્રતિનિધિત્વ કરવું અને ડેરી ક્ષેત્રના પર્યાવરણલક્ષી ધ્યેયમાં યોગદાન આપવું અને યુનાઈટેડ નેશન્સના સસ્ટેઈનેબલ ડેવલપમેન્ટ ધ્યેય ને પહોંચી વળવા પ્રયાસ કરવો તે મારા માટે એક સન્માનની બાબત છે.
દેશના નકશા પર આગવી ઓળખ ઉભી કરશે ભાવનગર, સ્ક્રેપ યાર્ડની સ્થાપનાથી ખુલશે રોજગારીની તકો
1982માં અમૂલમાં જોડાયા
ડો. સોઢીએ સીટીએઈ, ઉદેપુર (Udepur) માંથી બેચલર ઓફ એજીન્યરીંગની ડીગ્રી પ્રાપ્ત કરી છે. સ્નાતક થયા પછી તેમણે ઈન્સ્ટિટયુટ ઓફ રૂરલ મેનેજમેન્ટ આણંદ ઈરમા) (IRMA) માંથી અનુસ્નાતકની પદવી પ્રાપ્ત છે. તે ઈરમાની પ્રથમ બેચના વિદ્યાર્થી હતા. ઈરમામાંથી અનુસ્નાતકની પદવી હાંસલ કર્યા પછી, તે વર્ષ 1982માં જીસીએમએમએફ (અમૂલ) માં જોડાયા હતા. તાજેતરમાં તેમણે આણંદ એગ્રીકલ્ચર યુનિવર્સિટીમાંથી ડોકટર ઓફ સાયન્સ (Honoris Causa) ડીગ્રી પ્રાપ્ત કરી છે.
39 વર્ષનો બહોળો અનુભવ
ડો.સોઢી (RS Sodhi ) અમૂલનો 39 વર્ષનો અનુભવ ધરાવે છે. ડો. સોઢીએ વર્ષ 2010માં જીસીએમએમએફ (અમૂલ) (GCMMF) માં મેનેજીંગ ડિરેકટરનું પદ સંભાળ્યું હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ તરફથી ચૂકવવામાં દૂધની એકત્રીકરણની કિંમતમાં કિલો ફેટ દીઠ વર્ષ 2009-10માં ચૂકવાતા રૂ. 337થી વધતા રહીને વર્ષ 2020-21માં કિલો ફેટ દીઠ રૂ. 810 થતાં છેલ્લા 10 વર્ષમાં 140 ટકાનો વધારો થયો છે. પોસાય તેવા ભાવ અને ટેકનોલોજીના સહયોગથી ડો. સોઢી છેલ્લાં 10 વર્ષમાં ખેડૂતોને દૂધનું એકત્રીકરણ વર્ષ 2009-10માં દૈનિક 91 લાખ લીટરથી 171 ટકા વધારીને વર્ષ 2020-21માં દૈનિક 250 લાખ લીટર સુધી લઈ જવા માટે પ્રોત્સાહિત કરી ચૂક્યા છે. સમાને ગાળા દરમ્યાન (છેલ્લા 10 વર્ષમાં) ડો.સોઢીના નેતૃત્વ હેઠળ જીસીએમએફના બિઝનેસ ટર્નઓવરમાં 390 ટકાની વૃદ્ધિ હાંસલ કરીને તે વર્ષ 2009-10માં રૂ.8005 કરોડથી વધીને વર્ષ 2020- 21માં રૂ.39,238 કરોડ સુધી પહોંચાડયુ છે.
ગોમતીપુરમાં અંધશ્રદ્ધાનો અનોખો કિસ્સો: ચોરીના રૂપિયાની ભાળ મેળવવા ભુવા પાસે ગયા અને પછી...
તેમના કાર્યકાળમાં 200થી વધુ નવી પ્રોડકટસ કરી લોંચ
તેમણે જીએમએમએફના ખૂબ પ્રશંસા પામેલા (1) વિશ્વના ઓરિજીનલ એનર્જી ડ્રીંક તરીકે દૂધનો પ્રચાર (2) ‘ઈટ મિલ્ક’ ઝુંબેશ હાથ ધરીને ભારતના યુવાનોને તેમના દરેક ભોજનમાં ડેરી પ્રોડકટસનો ઉપયોગ કરવા પ્રોત્સાહિત કરવા (3) અમૂલ દૂધ પીતા હૈ ઈન્ડીયા જેવા માર્કેટીંગ કેમ્પઈનની આગેવાની લીધી હતી. તે મેનેજીંગ ડિરેકટર તરીકેના તેમના કાર્યકાળમાં 200થી વધુ નવી પ્રોડકટસ રજૂ કરી ચૂકયા છે. તેમણે ડીજીટલ/સોશિયલ મિડીયા માર્કેટીંગ ઈનોવેશનનો ડેરી ઉદ્યોગમાં ઉપયોગ કરીને એ બાબતે ખાતરી રાખી છે કે દૂધ અને દૂધનાં ઉત્પાદનોનો વપરાશ યુવા પેઢીમાં વધે. ડો.સોઢીએ ડેરી સહકારી ક્ષેત્રમાં જે નોંધપાત્ર પ્રદાન કર્યુ છે તેમાં અમૂલના વિતરણ નેટવર્કનો સમાવેશ થાય છે. તેનાથી ઘણા લોકો માટે રોજગારીની તકો વધી છે. તેમના દિશા નિર્દેશથી આ બ્રાન્ડને નોંધપાત્ર સફળતા હાંસલ થઈ છે.
14 વર્ષમાં 8.3 કરોડ વૃક્ષનો ઉછેર
ડો. સોઢી (RS Sodhi ) ના નેતૃત્વ હેઠળ, દૂધાળાં ઢોરની ઉત્પાદકતા વધારવા માટે અમૂલે વ્યુહાત્મક ઉત્પાદકતા વૃધ્ધિ કાર્યક્રમ હાથ ધર્યો હતો. અમૂલે ફર્ટિલિટી ઈમ્મુવમેન્ટ કાર્યક્રમ (એફપીપી) પણ હાથ ધર્યો હતો. આ કાર્યક્રમ હેઠળ સમર્પિત અને અનુભવી વેટર્નરી ડોકટરોની ટીમ મારફતે પસંદગીનાં ગામોમાં એનિમલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યુ હતું. તેમના નેતૃત્વ હેઠળ અમૂલ સહકારી ચળવળના 36 લાખ ખેડૂતોએ 14 વર્ષના ગાળામાં 8.3 કરોડ વૃક્ષ ઉછેરી આપણા કુદરતી પર્યાવરણની જાળવણી કરી છે.
મહત્વનું છે કે આઈડીએફ એ એક ઈન્ટરનેશનલ નોન-ગવર્નમેન્ટ, નોન-પ્રોફીટ એસોસિએશન છે. તેનું વિઝન સલામત અને સાતત્યપૂર્ણ ડેરી પ્રવૃત્તિથી દુનિયાને પોષણ” પૂરૂ પાડવાનું છે. આઈડીએફના સભ્યો તરીકે સામાન્ય રીતે દરેક દેશનાં ડેરી સંગઠનોના પ્રતિનિધિઓ હોય છે. ભારત (India) નું પ્રતિનિધિત્વ આઈડીએફની નેશનલ કમિટી કરે છે. ભારત સરકારના સચિવ, (એડીએફ) માછીમારી, પશુ પાલન, અને ડેરી મંત્રાલય, આઈએનસીઆઈડીએફના પ્રેસીડેન્ટ છે, અને એનડીડીબી તેનું સેક્રેટરીયેટ છે અને તે તેની પ્રવૃત્તિઓનું સંકલન કરે છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube