Heart Attack: ગુજરાતમાં હાર્ટ એટેકનું પ્રમાણ વધી રહ્યું છે. ત્યારે મહેસાણમાં માત્ર 18 વર્ષના યુવકને હાર્ટ એટેકથી મોત થતા ખળભળાટ મચી ગયો છે. જી હા...પરીક્ષા આપીને સોસાયટીમાં મિત્રો સાથે બેઠો હતો ત્યારે અચાનક જ ઢળી પડ્યો હતો અને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો જ્યાં તેન મૃત જાહેર કરવામાં આવ્યો. મિકેનિકલ એન્જિનિયરિંગ કરતો સંકેત મિસ્ત્રી માતાપિતાનો એકનો એક પુત્ર હતો.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત ભાજપમાં ભરતી મેળો; હાંસલ કરી લેશે 182નો ટાર્ગેટ? હજુ કયા નેતાઓ BJPમાં જોડાશે?


આ અંગે મળતી માહિતી અનુસાર, મહેસાણામાં 18 વર્ષીય યુવક સંકેત અશોકભાઈ મિસ્ત્રી કડીમાં જય રણછોડ સોસાયટીમાં રહેતો હતો. આ યુવક કડીની મેઘના કેમ્પસમાં મિકેનિકલ એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતો હતો. મંગળવારે જ્યારે સંકેત પરીક્ષા આપીને ઘરે આવ્યો ત્યારે મિત્રો સાથે સોસાયટીના બાંકડા પર બેઠો હતો.


લોકસભામાં કોનાં કપાશે પત્તાં? ભાજપ કરવા જઈ રહ્યું છે ફરી આ પ્રયોગ? શું છે મેગા પ્લાન


વધુમાં મળતી માહિતી પ્રમાણે, પરિવારમાં કોઈ લગ્ન પ્રસંગ હોઈ અશોક મિસ્ત્રી અમદાવાદ ગયા હતા. જ્યારે તેમનો 18 વર્ષનો પુત્ર સંકેત મિસ્ત્રી ઘરે રોકાયેલો હતો. તે પરીક્ષા આપીને સાંજે ઘરે આવ્યો હતો. ઘરે આવ્યા બાદ સોસાયટીમાં આવેલા કોમન પ્લોટમાં બાંકડે મિત્રો સાથે બેઠો હતો અને એકાએક જ હાર્ટએટેકના હુમલાથી ઢળી પડ્યો હતો. મિત્રના ખભા પર જ તેનું માથું વાત કરતા કરતા જ ઢળી પડ્યુ હતું.  બેહોશ મિત્રને જોઈને બીજા મિત્રોએ બુમા બુમ કરી હતી. ત્યારબાદ સંકેતને હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં તેનું મોત નિપજ્યું હતું.


અંબાલાલનો વધુ એક મોટો ધડાકો! ધડાધડ જાહેર કરી તારીખો, ગુજરાતમાં આવશે આ મોટું સંક્ટ