ઉદય રંજન/અમદાવાદ : ઈસનપુરમાં 83 વર્ષીય વૃદ્ધા સાથે  ઠગાઈ થયાની ઘટના સામે આવી છે. જેમાં વૃદ્ધાના જ ઘરઘાટીના મિત્રે ઠગાઈ કર્યાનું સામે આવતા સાયબર ક્રાઇમે તેની ધટપકડ કરી લીધી છે. ઇસનપુરમાં રહેતી વૃદ્ધાએ સાયબર ક્રાઈમમાં ફરિયાદ કરી હતી કે તેના એકાઉન્ટ માંથી 8.85 લાખ રૂપિયા તેના જ ઘરઘાટીના મિત્ર તુષાર કોષ્ટિએ વિશ્વાસમાં લઈને ટ્રાન્સફર કરાવી લઈ છેતરપિંડી કરી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જે બાબતે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા પોલીસે તુષારને ઝડપી પાડ્યો. તપાસમાં સામે આવ્યું કે તુષાર 10 ધોરણ ફેલ છે અને iti અને ઓટો મોબાઈલ કોર્ષ કરેલ છે. જેથી તેણે તરકટ રચી વૃદ્ધાના ઘરઘાટી સાથે મિત્રતા કેળવી અને બાદમાં વૃદ્ધાને વિશ્વાસમાં લઈને ઠગાઈ કરી. જે બાદ ફરાર તુષારને પોલીસે ઝડપી પાડ્યો. હવે પોલીસ એ તપાસ કરી રહી છે કે આરોપીએ નાણાંનો ક્યાં ઉપયોગ કર્યો છે. 


મહત્વનું છે કે સરકારી નોકરી કરતા પતિનું મરણ થતા વૃદ્ધાને  પેંશન નાણા મળ્યા હતા. જેની ઠગાઈ થતા વૃદ્ધાના પગ નિચેથી જમીન ખસી પડી. જોકે સમગ્ર મામલે પોલીસે આરોપીને ઝડપી લીધો છે. સાથે જ પોલીસે આરોપી પાસેથી નાણાં રિકવર કરવા કાર્યવાહી શરૂ કરી છે. તો આરોપી સાથે અન્ય કોઈ મળેલ છે કે કેમ અને કોઈ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તેની પણ પોલીસ તપાસ કરી રહી છે.