મૌલિક ધામેચા/અમદાવાદ: ઉત્તરાયણને હવે ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે મકરસક્રાંતિ નજીક આવતાની સાથે જ વાહન ચાલકોના અકસ્માતોમાં વધારો થઇ રહ્યો છે. અમદાવાદ શહેરમાં પણ પતંગની દોરીના કારણે દર વખતે અકસ્માતમાં કેટલાક લોકો જીવ ગુમાવી દે છે. ત્યારે અમદાવાદમાં નિકોલ વિસ્તારમાં પતંગની દોરી વાગવાને કારણે એક વ્યક્તિ ઘાયલ થયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શહેરના નિકોલ પાસે ગંગોત્રી સોસાયટી સર્કલ નજીક બાઇક સવારે પતંગની દોરી વાગતા ઇજાગ્રસ્ત થયો હતો. દોરી વાગતાની સાથે જ યુવાનને સ્થાનિકો દ્વારા ખાનગી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માટે ખસેડવામાં આવ્યા છે. મહત્વનું છે, કે ઘાયલ યુવક રમેશ વેકરીયાને સારવાર આપવામાં આવી રહી છે.


ભારત સરકારે સુરતને જાહેરમા શૌચમુક્ત ઓડીએફ પ્લસ શહેર જાહેર કર્યુ


મહત્વનું છે, કે શહેરના હેલ્થ વિભાગ દ્વારા ઉત્તરાયણને લઇને તમામ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ટીમોને સ્ટેન્ડબાય કરી દેવામાં આવી છે. સાથે જ 108ની ટીમોને ઉત્તરાયણમાં થતા અકસ્માત માટે તૈયાર રાખવામાં આવી છે.