રાજકોટ/ગૌરવ દવે: રાજ્યમાં કોઈ પણ મોટો તહેવાર આવે છે ત્યારે મૂળ શહેરની બહારના નાગરિકો પોતાના વતનમાં પોતાનાઓની વચ્ચે ઉજવવાનું પસંદ કરતા હોય છે. કોરોનાના ત્રણ વર્ષ બાદ હોળી ધુળટીના તહેવારો પર ST વિભાગની બસોમાં ટ્રાફિક જોવા મળશે. જાણવા મળી રહ્યું છે કે હોળી ધુળટીના તહેવાર નિમિતે વધારાની 300 બસો દોડાવવાનો નિર્ણય કરાયો છે. 8 માર્ચથી 16 માર્ચ સુધી વધારાની 300 બસો રાજકોટ બસ સ્ટેન્ડમાંથી દોડાવવામાં આવશે. જ્યારે દાહોદ ગોધરા માટે સ્પે. 200 બસો મૂકવામાં આવશે. શ્રમજીવી લોકોને વતન જવા માટે રાજકોટ બસ સ્ટેન્ડ માટે ખાસ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તમને જણાવી દઈએ કે ગુજરાત રોડ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા રાજ્યમાં ક્યાંય પણ વધારાની બસોનું સંચાલન કરવામાં આવે છે. હોળી-ધુળેટીના પર્વને લઈને રાજકોટ ST સ્ટેન્ડ પર મોટા પાયે ભીડ જોવા મળી રહી છે. 08 માર્ચથી 16 માર્ચ સુધી હોળીના આગલા દિવસોએ રાજકોટથી વધુ 300 જેટલી એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવનાર છે. 


ઉલ્લેખનીય છે કે, એક સમયે લોકડાઉનમાં રાજકોટ બસ સ્ટેશન સહિત અનેક જગ્યાએ ચકલા ઉડતા હતા. ત્યારબાદ દિવાળી અને હોળીએ અહીં ભીડ જોવા મળી હતી. કોરોના મહામારીમાં હોળી ધૂળેટીનો તહેવાર આવતો હોવાથી ST નિગમના કર્મચારીઓ દ્વારા દરેક મુસાફરોને કોવિડ નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવાયું છે. 


નોંધનીય છે કે, ગુજરાતમાં મોટા ભાગે અનુસૂચિત જનજાતિના લોકો જેઓ દાહોદ, ગોધરા, પંચમહાલ, ડાંગ, તાપી અને નર્મદા જેવા વિસ્તારોમાં વસે છે. તેઓ પરંપરાગત રીતે પોતાના વતનમાં હોળીની ઉજવણી કરતા હોય છે. રાજસ્થાન રાજ્યનો પ્રથમ તહેવાર હોળી ગણી શકાય. તે લોકો પણ હોળી મનાવવા વતન જતા હોય છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube