જૂનાગઢ : ભેસાણ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધની પ્રમુખ અને ઉપ પ્રમુખની મામલતદાર કચેરી ખાતે ચૂંટણી યોજવામાં આવી હતી. જેમાં કૉંગ્રેસની પેનલના પ્રમુખ અને ઉપ પ્રમુખ બિન હરીફ ચૂંટાયા હતા. આ પ્રસંગે ભેંસાણ કૉંગ્રેસની છાવણીમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. સહકારી ખરીદ વેચાણ સંધના કોંગ્રેસની પેનલના પ્રમુખ તરીકે રામજી ભેંસાણીયા તેમજ ઉપ પ્રમુખ તરીકે વજુ મોવલિયાની બિન હરીફ વરણી કરવામાં આવી હતી. જેમાં આ ચૂંટણી ભેસાણ મામલતદારના અધ્યક્ષ સ્થાને યોજવામા આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ડોક્ટર્સની હડતાળ સમેટાઇ: રાજ્યના સ્વાસ્થય સેવા સાંજથી જ ફરી એકવાર પૂર્વવત્ત થશે


જેમાં કુલ સંધના 14 સભ્યો છે. જેમાં કોંગ્રેસના 10 સભ્યો હાજર રહ્યાં હતાં. જેમાં ભેસાણ તાલુકાની કુલ 27 મંડળી આવેલ છે. જેમાં ચૂંટાયેલા પ્રમુખે એવું આશ્વાસન આપ્યું કે, આવનારા દિવસોમાં ખેડૂતો માટે બિયારણ તેમજ દવા તેમજ ખેડૂતોના અને પ્રશ્નોનો હલ કરવામાં આવશે. ખેડૂતોને કોઈ પણ જાતની તકલીફ ના પડે તેનું ખાસ ધ્યાને રખાશે. આ પ્રસંગે જૂનાગઢ જિલ્લાના કૉંગ્રેસ પ્રમુખ અને ભેસાણ માર્કેટીંગ યાર્ડના ચેરમેન નટુ પોકિયા તેમજ તાલુકા પંચાયતના કૉંગ્રેસના પ્રમુખ પતિ ભાવેશભાઈ ત્રાપસીયા તેમજ અમુભાઇ અમરછેડા તેમજ કોંગ્રેસના તાલુકાના તમામ આગેવાનો હાજર રહ્યા હતા. ચૂંટાયેલા પ્રમુખ અને ઉપ પ્રમુખને હાર તોરા કર્યા અને એકબીજાના મો મીઠા કરાવ્યા હતા. એકબીજાને શુભેચ્છા પાઠવી હતી.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube