કચ્છમાં 4.0ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા, લોકો ઘરની બહાર નિકળ્યા

ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા પાટણ સહિત અન્ય વિસ્તારોમાં ભૂકંપ આવ્યો હતો. હવે આજે કચ્છ જિલ્લામાં ભૂકંપના આંચકા નોંધાયા છે.
કચ્છઃ કચ્છ જિલ્લામાં આવેલા રાપર સહિત વાગડ વિસ્તારમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપની તીવ્રતા 4.0ની હોવાનું સામે આવ્યું છે. ભૂકંપના આંચકા આવતા લોકો ઘરની બહાર નિકળી ગયા હતા. અચાનક ભૂકંપને કારણે લોકોમાં ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો. કચ્છમાં રાપરથી લઈને ભચાઉ, ગાંધીધામ સહિતના વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવ્યા છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 26 કિલોમીટર દૂર હોવાનું સામે આવ્યું છે.
તાજેતરમાં પાટણ સહિત આ જગ્યાએ આવ્યો હતો ભૂકંપ
ગુજરાતમાં ત્રણ દિવસ પહેલા ઉત્તર ગુજરાતમાં પાટણ સહિત અન્ય જગ્યાઓએ ભૂકંપ આવ્યો હતો. અમદાવાદમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા હતા. પાટણમાં આવેલા ભૂકંપનું કેન્દ્રબિંદુ પાટણથી 12 કિલોમીટર દૂર ચાણસ્મા તાલુકાના સેવાળા ગામમાં નોંધાયું હતું. આ ભૂકંપના આંચકા રાત્રે આવ્યા હતા. આ સમયે પણ લોકો ઘરની બહાર નિકળી ગયા હતા.