કરજણમાં લોકજાગૃતિનું ઉત્તમ ઉદાહરણ, સ્થાનિકોએ ભાજપ કોંગ્રેસ બંન્નેના ઉમેદવારોની ઝાટકણી કાઢી
ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ટાણે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જો કે કેટલાક જાગૃત નાગરિકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. જો કે 3 દિવસના ગાળામાં કરજણ પાસે આવેલા નવા જીથરડી ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક લોકોએ રોષનો ભોગ બનવું પડ્યું છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સામે સ્થાનિક લોકોના રોષનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અંગે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
વડોદરા : ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણી ટાણે ઉમેદવારો ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે. જો કે કેટલાક જાગૃત નાગરિકોના રોષનો ભોગ બનવું પડી રહ્યું છે. જો કે 3 દિવસના ગાળામાં કરજણ પાસે આવેલા નવા જીથરડી ગામમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને સ્થાનિક લોકોએ રોષનો ભોગ બનવું પડ્યું છે. ભાજપ બાદ હવે કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજા સામે સ્થાનિક લોકોના રોષનો વીડિયો પણ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો અંગે લોકોની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આવી રહી છે.
ફેસબુક થકી નોકરીની ઓફર કરવામાં આવે તો થઇ જજો સાવધાન!
કરજણ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ નવી જીથરડી ગામમાં પેટાચૂંટણીના પ્રચાર માટે ગયા હતા. જ્યાં કોંગ્રેસના ઉમેદવારોએ સ્થાનિક લોકોના રોષનો ભોગ બન્યા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે, ભાજપ હોય કે કોંગ્રેસ ઉમેદવારો માત્ર અને માત્ર ચૂંટણી ટાણે જ દેખાય છે. બાકીના દિવસોમાં ન માત્ર તેઓ ગુમ થઇ જાય છે પરંતુ તેમની ઓફીસે પણ કોઇ જાય તો વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે. આ નેતાઓ ચૂંટણીનાં અઠવાડીયું જ પોતે પ્રજાના સેવક તરીકે વર્તે છે ત્યાર બાદ તેઓ જાણે મહારાજા હોય તેવું વર્તન કરતા હોય છે.
મિસ વર્લ્ડ અમેરિકાની માથાની શોભા વધારશે સુરતમાં તૈયાર થયેલો કરોડોનો તાજ
કોંગ્રેસના ઉમેદવાર કિરીટસિંહ જાડેજાએ જણાવ્યું કે, આ એક એડિટ કરેલો વીડિયો છે. ભાજપ અને તેના કુખ્યાત સેલ દ્વારા કુપ્રચાર કરવાનો પ્રયાસ છે. કરજણના લોકો જાણે છે કે, બધુ જ એડિટ કરેલું મુકે છે. અમને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તેનાથી કોઇ ફરક પડતો નથી. ભાજપ ખુબ જ નિમ્ન સ્તરની રાજનીતિ કરી રહ્યું છે. પરંતુ હવે લોકો ખુબ જ સમજદાર બની ચુક્યા છે. તેઓ ભાજપના આવા હથકંડાઓને જાણે છે.
અલ્પેશ ઠાકોરે કર્યો ખુલાસો, ભાજપના કાર્યકરોમાં ન કરાવી શક્યો સ્વિકૃતિ
અત્રે ઉલ્લેખનીય છે કે, પેટાચૂંટણી ટાણે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારો પ્રચારમાં જોતરાઇ ચુક્યા છે. ત્યારે અનેક સ્થળે ઉમેદવારોને મતદારોનાં રોષનો ભોગ બનવાનો વારો આવ્યો છે. 3 દિવસ પહેલા જ કરજણ નજીક નવી જીથરડી ગામમાં પ્રચાર અર્થે ગયેલા ભાજપના ઉમેદવાર અક્ષય પટેલને કાર્યકરોના રોષનું ભોગ બનવું પડ્યું હતું. કાર્યકરો અને આગેવાનોની ઝાટકણી કાઢતા જણાવ્યું કે, ચૂંટણી જીત્યા બાદ તમે દેખાતા નથી આજે અમારા સેવક બનીને આવી રહ્યા છો. જીત્યા બાદ તમે રાજા બની જાઓ છો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube