સુરત : સરથાણામાં ધોળા દિવસે થયેલી આણંદના કુખ્યાતની હત્યાનો ભેદ અંતે ઉકેલાઈ ગયો છે. પાર્કિંગમાં પડેલી કારમાં જ અજાણ્યા શખ્સોએ તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી સિદ્ધાર્થ રાવની હત્યા કરી દીધી હતી. હત્યા પાછળ એવું કારણ સામે આવ્યુ જેણે પોલીસને વિચારતા કરી દીધા. જે મિત્રને પોતાની મોંઘીદાટ કાર વાપરવા આપી એ જ મિત્રએ ગાડી આપવાની જગ્યાએ આ સિદ્ધાર્થ રાવની હત્યા કરી દીધી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરતના સરથાણા વિસ્તારમાં તક્ષશિલા આર્કેડ પાસે 32 વર્ષીય સિદ્ધાર્થ રાવ નામના વ્યક્તિને તેની જ કારમાં અજાણ્યા શખ્સો ઉપરાછાપરી છરીના ઘા ઝીંકી ફરાર થઈ ગયા હતાં. ગંભીર ઈજાગ્રસ્ત સિદ્ધાર્થને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. જાહેરમાં બનેલી હત્યાની આ ઘટનાથી આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ. જી તરફ બનાવની જાણ થતા એસીપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. સાથે જ હત્યા સમયના સીસીટીવી પણ કબજે કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. અંતે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને માહિતી મળી હતી કે હત્યાની ઘટનામાં સામેલ બે શખ્સ સરથાણા ગઢપુર ત્રણ રસ્તા ખાતેથી જઈ રહયા છે, જેથી ત્યાંથી પસાર થતા નિકુંજ ઉર્ફે કાનો ઉર્ફે સાંગો અને પ્રકાશ ઉર્ફે ગઢવીને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે દબોચી લીધા હતાં. આરોપીઓ પાસેથી પોલીસે મોબાઈલ અને બાઈક સહિતનો મુદ્દામાલ કબજે કરી હત્યાનું કારણ જાણવાનો પ્રયાસ કર્યો હતો.


સિદ્ધાર્થની નવી કાર આરોપીએ ગિરવે મૂકતા થઈ બબાલ
પોલીસે બંને હત્યારાની પૂછપરછ કરતાં જાણવા મળ્યું કે આણંદના સિદ્ધાર્થ રાવનો મિત્ર નિકુંજ હતો. સિધ્ધાર્થ રાવે આઠેક દિવસ પહેલા પોતાની કાર નિકુંજને આપી હતી. પરંતુ નિકુંજને પૈસાની જરૂર પડતા રૂ .૫૦,૦૦૦ માં સિધ્ધાર્થ રાવની જાણ બહાર ગિરવે મૂકી હતી. જે અંગે સિધ્ધાર્થ રાવને જાણ થતાં તેણે પોતાની કાર પરત માગી હતી. પણ આ બાજુ નિકુંજ કાર પરત આપવા માગતો નહોતો. તેથી સિદ્ધાર્થ કાર મેળવવા માટે સુરત આવ્યો હતો સાથે જ નિકુંજને ફોન કરી અભદ્ર ભાષાનો ઉપપોગ કર્યો અને નિકુંજની પત્ની તથા પુત્રી માટે પણ ગંદી ભાષા વાપરી હતી. જેનાથી નિકુંજને લાગી આવતા તેણે સિદ્ધાર્થની હત્યાનું કાવતરુ ઘડી પોતાના એક મિત્રની મદદથી સિદ્ધાર્થ પાસે પહોંચી ગયો થોડી બબાલ બાદ બંનેએ ભેગા મળી સિધ્ધાર્થને છરીના ઘા ઝીંકી દીધા. 


આણંદનો કુખ્યાત સિદ્ધાર્થ મિત્રતામાં દગો ખાઈ બેઠો
પાર્કિગમાં કાર પાર્ક કરતા જ અજાણ્યા શખ્સોએ હુમલો કરી સિદ્ધાર્થને ઉપરા ઉપરી છરીના ઘા મારી પતાવી દીધો હતો. આ હત્યા રૂપિયાની લેતીદેતીમાં હત્યાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી હતી. અને તપાસમાં એ વાત જ સાબિત થઈ. પોતાના મિત્રને આપેલી કાર પરત માગવાનો જાણે કે સિદ્ધાર્થે ગુનો કરી લીધો. આ તરફ નિકુંજની પણ ખોરી દાનત તેને મોંઘી પડી હતી. પોલીસ તપાસમાં એ પણ સામે આવ્યું છે કે સિદ્ધાર્થ રાવ આણઁદનો કુખ્યાત વ્યક્તિ હતો તેમ છતાં તેને નિકુંજ ભારે પડી ગયો. નિકુંજને ના તો કાર મળી ના તેના પરિવાર માટે કઈ કરી શક્યો અને હાલ ખાઈ રહ્યો છે જેલની હવા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube