ચિરાગ જોશી/ડભોઈ: ડભોઇ APMC ગરબા ગ્રાઉન્ડને આખરી ઓપ અપાયો છે. ગઢભવાની કલ્ચર ગ્રૂપ દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. ગરબા ગ્રાઉન્ડમાં એક સેલ્ફી બોક્સ બનાવાયું છે. જેમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહમંત્રી અમિત શાહના સેલ્ફી બોક્સ મુકાયા છે. સામાન્ય લોકો આદર્શ નેતાઓ સાથે સેલ્ફી લઇ શકે તે માટે આયોજન કરાયું છે. ધારાસભ્ય શૈલેષ મહેતા છેલ્લા 7 વર્ષથી નિશુલ્ક ગરબા આયોજન કરે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતમાં ભારે વરસાદ, છતાં આ જિલ્લામાં લોકો તરસ્યા! માત્ર ત્રણ ડેમ છલકાયા, 10 ખાલીખમ


30 હજાર લોકો ગરબા રમી છે શકે તે માટે કરાયું આયોજન
આવતીકાલથી ગુજરાતમાં નવલા નોરતાની શરૂઆત થવાની છે તેવામાં ગરબા આયોજકો દ્વારા પ્રેક્ષકો તેમજ ખેલૈયાઓને આકર્ષવા માટે અવનવા ડેકોરેશન કરવામાં આવતા હોય છે. તેવામાં વડોદરાના ડભોઇ એપીએમસી ગ્રાઉન્ડ ખાતે યોજાનાર માતાજીના ગરબામાં સામાન્ય માણસ પોતાના મનપસંદ તેમજ આદર્શ વ્યક્તિ સાથે સેલ્ફી પાડી શકે તે માટે એક સેલ્ફી બોક્સ ઊભું કરવામાં આવ્યું છે જેમાં પ્રધાનમંત્રીની નરેન્દ્ર મોદી ગૃહ મંત્રી અમિત શાહ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ અને ડભોઇના ધારાસભ્ય શૈલેષ મહેતાનું સેલ્ફી બોક્સ ઊભું કરવામાં આવ્યું છે. જેમાં સામાન્ય માણસો સેલ્ફી આ બોક્સમાં ઊભા રહીને પાડી શકે તે બાબતનું ધ્યાન આપવામાં આવ્યું છે.


રોહિત શર્માએ વનડે આંતરરાષ્ટ્રીયમાં રચ્યો ઈતિહાસ, ફટકારી અનોખી 'ત્રેવડી સદી'


એટલું જ નહીં ગુજરાતમાં હિન્દુત્વના મુદ્દા ઉપર ગરબા રમાય તે માટે તાજેતરમાં જ ધારાસભ્ય શૈલેશ મહેતા દ્વારા ડભોઇ એપીએમસી ગરબા ગ્રાઉન્ડમાં તિલક કરીને જ ગરબા માં લોકો આવી શકશે તેવી પ્રણાલી બહાર પાડવામાં આવી હતી જેથી આવતીકાલથી શરૂ થનાર ગરબામાં 25 થી 30 હજાર લોકો એક સાથે ગરબા રમી શકે તે માટે ગ્રાઉન્ડ તમામ તૈયારીઓથી જ બનાવવામાં આવ્યું છે. 


કાચી માટીનો ગરબો કોરાવ્યો.! આ વર્ષે માટલીમાં જ માતાજીની છબી દેખાય તેવા ગરબાની ભારે..