ગાંધીનગરઃ મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યુ છે કે,ઈઝ ઑફ ડુઈગ બિઝનેસને વેગવાન બનાવવા તથા બેકો તથા નાણાકીય સંસ્થાઓને તેમના વ્યવહારો ઝડપથી થાય એ માટે બેંકો અને નાણાકીય સંસ્થાઓને લોન વ્યવહારો માટે ડિજિટલ સ્વરૂપે રજૂ થતા બિન નોંધણીપાત્ર લેખોમાં સ્ટેમ્પ ડ્યુટી ભરવા માટે ડિઝીટલ ઈ - સ્ટેમ્પિંગ પધ્ધતિનો અમલ કરવાનો રાજય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે. જેના પરિણામે બેંકો દ્વારા ધિરાણને લગતા વિવિધ દસ્તાવેજો માટેના લેખ ઉપર ડિઝીટલઇ - સ્ટેમ્પીંગ પધ્ધતિથી સ્ટેમ્પ ડ્યૂટી ભરી શકશે.
 
મહેસૂલ મંત્રી ત્રિવેદીએ ઉમેર્યુ કે, પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના ડિજીટલ ઈન્ડીયાના સપનાને સાકાર કરવા માટે મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ વાળીસરકારે ડીજીટલ ગુજરાતના નિર્માણ માટે અનેક નવતર આયામો હાથ ધર્યા છે જેના પરિણામે જનસુખાકારીના લાભો લોકોને ઝડપથી અને પારદર્શિતાથી મળતા થયાછે એ ક્ષેત્રે પણ આ નિર્ણય મહત્વનો પુરવાર થશે.
 
મહેસુલ વિભાગના સ્ટેમ્પ પ્રભાગ દ્વારા NSL પ્લેટફોર્મ ઉપર સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની ડિઝીટલ ઇ - સ્ટેમ્પીંગની સુવિધાનો શુભારંભકરાવતા મંત્રીએ ઉમેર્યુ કે, ડિજિટલ ઇ–સ્ટેમ્પિંગ પદ્ધતિ ભારત સરકાર દ્વારા બેંકની ધિરાણને લગતી વિવિધ સેવાઓ માટે ડિઝીટલ ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન (DDE) પ્લેટફોર્મ તૈયાર કર્યુ છે.આ માટે ભારત સરકારની નેશનલ ઇ ગવર્નન્સ સર્વિસ લિમિટેડ (NeSL) દ્વારા નેશનલાઈઝ બેંકો તથા રાષ્ટ્રીય કક્ષાએ ધિરાણકરતી ૨૩૪ જેટલી નાણાંકીય સંસ્થાઓ સાથે મળી રાષ્ટ્રીય કક્ષાએ Insolvency & Bankruptcy Code - 2016 (IBC-2016 ) તથા Information Utility (IU) માહિતી ઉપયોગિતાની જોગવાઇ મુજબ ડીઝીટલ લોન ડોક્યુમેન્ટ એક્ઝિક્યુશન પ્રક્રિયા ઉપલબ્ધ કરવામાં આવી છે.DDE પ્લેટફોર્મએ પેપરલેસએક્ઝિક્યુશન અને નાણાકીય કોન્ટ્રાક્ટના સંગ્રહ માટેનું એક શ્રેષ્ઠ માધ્યમ છે,જેનાથી ખાસ કરીને વ્યવસાયો માટે ઝડપી ધિરાણની જરૂરિયાતના આજના સમયમાં " Ease of Doing Business " વેગવંતુ બનશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચોઃ Corona Update: રાજ્યમાં ફરી વધી રહ્યાં છે કોરોનાના કેસ, જુઓ છેલ્લા 24 કલાકના આંકડા
 
તેમણે કહ્યુ કે, આ સુવિધાના પરિણામે લોન આપનાર અને લેનાર બંનેને પૈસા અને સમયની બચત થશે. ઉપરાંત લોનની પ્રક્રિયાની કાર્યદક્ષતામાં વધારો થશે.આઆખી પ્રક્રિયા પેપરલેશ હોવાની સાથે સાથે ઓનલાઇન રીયલ ટાઇમ થી ડિજિટલ ઇ સ્ટેમ્પિંગ દ્વારા સ્ટેમ્પ ડ્યુટી પણ ભરપાઈ થઇ જશે. આધાર કાર્ડની સહી સાથે ઇ- સાઈન વાળો લોનનો ડિજિટલ ડોક્યુમેન્ટ બનશે . આ દસ્તાવેજનું ઓનલાઇન ડિજિટલ સ્વરૂપમાં રેકોર્ડ/સંગ્રહ થશે. આ માટે રાજ્ય સરકાર દ્વારા ડિજિટલ ઇ- સ્ટેમ્પિંગની પદ્ધતિને ભારત સરકાર દ્વારા અધિકૃત કરેલ સ્ટોક હોલ્ડીંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડની NeSL ના પ્લેટફોર્મ પર બેંકો અને નાણાકીય સંસ્થાઓદ્વારા લોન વ્યવહારો માટેના ડિજિટલ સ્વરૂપે રજૂ થતા બિન નોંધણીપાત્ર લેખોમાં સ્ટેમ્પ ડ્યુટી ભરપાઈ કરવાની ડિજિટલ ઈ-સ્ટેમ્પિંગ પધ્ધતિ કાર્યરત કરાઈ છે.


આ ઈ સ્ટેમ્પીગ સુવિધા ઉપલબ્ધ થતાં મુખ્યત્વે બેંકો દ્વારા ધિરાણને લગતા દસ્તાવેજો જેવા કે, સોગંદનામું, કરાર/કબૂલાત (અન્ય જોગવાઇ કરી ન હોય ત્યારે), હક્ક પત્રો અનામત મૂકવા (જંગમ મિલ્કત સંબંધિત),બોન્ડ, બોટમરી બોન્ડ(વહાણ ગીરોખત), પતાવટ ખત, હામીખત, બાંહેધરી પત્ર, લાયસન્સ પત્ર, પાવર ઓફ એટર્ની (જંગમ મિલ્કત સંબંધિત), રિસ્પોન્ડેન્શિયાબોન્ડ, જામીન ખત અથવા ગીરો ખત જેવા લેખ ઉપર ડિઝીટલ ઇ-સ્ટેમ્પીંગ પધ્ધતિથી સ્ટેમ્પડ્યૂટી ભરી શકાશે તેમ તેમણે ઉમેર્યુ છે.


આ પણ વાંચોઃ પેપર લીક કાંડઃ માત્ર હેડ ક્લાર્ક જ નહીં અત્યાર સુધી આ પરીક્ષાના પેપર થઈ ચુક્યા છે લીક  


મંત્રીએ વધુમાં ઉમેર્યુ હતુ કે, સ્ટેમ્પીંગ કૌભાંડ જેવી નાણાંકીય ગેરરીતિઓ ન થઇ શકે તેવા ઉમદા હેતુથી તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને હાલના વડાપ્રધાનશ્રીએ ગુજરાતમાં ઇ-સ્ટેમ્પીંગની પહેલ કરાવી હતી. આજે રાજ્યમાં ઈ-સ્ટેમ્પિંગના ૪૫૦૦ થી વધુ સેન્ટરો કાર્યરત છે. આ સેન્ટરોને વધુ સુદ્રઢ કરવાની આ નવી વ્યવસ્થા છે. ડીજીટલ ડોક્યુમેન્ટ એક્ઝીક્યુશન પ્લેટફોર્મ ઉપરથી બેંકો તથા નાણા ધીરાણ કરતી સંસ્થાઓ દ્વારા જંગમ મિલકતો માટે લેવામાં આવતી લોન જેવી કે,  કાર ફાઇનાન્સ, મોબાઇલ ફાઇનાન્સ, ટુ વ્હીલર ફાઇનાન્સ અને બેંક ગેરંટીને લગતા વ્યવહારો  માટે આ પધ્ધતિ ખૂબ જ સરળ, સુરક્ષિત અને ઝડપી પુરવાર થશે અને સામાન્ય નાગરિકને પણ ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના લાભો મળશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube