અમદાવાદ : કોરોના કાળમાં અમદાવાદ શહેરમાં હવે બાગ બગીચા સવાર અને સાંજ માત્ર બે કલાક જ ખુલ્લા રહેશે. કોરોનાના કેસને લઇને સમીક્ષા માટે યોજાયેલી એક બેઠકમાં મુખ્ય અધિક સચિવ રાજીવ ગુપ્તા દ્વારા આ નિર્ણય લેવાયો હતો. આ સાથે જ રાત્રે 9થી 6 દરમિયાન નાઇટ કર્ફ્યૂ તો છે પરંતુ તેની સાથે કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે અમદાવાદમાં લોકો એકત્ર થાય તેવા સ્થળોએ ખાશ શોધવામાં આવ્યા છે. જેમાં અમદાવાદ શહેરના નાના- મોટા થઇને 250 જેટલા બાગ બગીચાઓ પર અમદાવાદીઓની પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાત્રિ કર્ફ્યૂ પુરૂ થયા બાદ સમયગાળા બાદ અમદાવાદ શહેરમાં સવારના 7થી 9 દરમિયાન બાગ બગીચા ખુલશે. આ સિવાય સાંજના 5થી 7 દરમિયાન બાગ બગીચા ખુલશે. અમદાવાદ મહાનગરપાલિકાના બાક બગીચા વિભાગ દ્વારા આ અંગે જણાવવામાં આવ્યું કે, કર્ફ્યૂના સમયને સાંકળીને બાગ બગીચા ખુલ્લા રાખવાના સમય નિર્ધારિત કરવામાં આવ્યા છે. 

અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન નક્કી કરવામાં આવે છે. જેમાં સતત વધારો થઇ રહ્યો છે. 163 જેટલી સોસાયટી માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ સમાવેશ કરવામાં આવ્યો હતો. જેમાં વધારો થઇને હાલ 203 જેટલી સોસાયટી અમદાવાદ શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં સમાવેશ થાય છે. અમદાવાદ શહેરમાં બોપલ વિસ્તાર બાદ હવે બોડકદેવ અને ઓઢવ વિસ્તારમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. જેમાં હાલ બોડકદેવ અને ઓઢવ વિસ્તારમાં સૌથી વધારે કેસ સામે આવ્યા છે. જેમાં હાલ બોડકદેવ વિસ્તારની સોસાયટીમાં 25થી વધારે કેસ જ્યારે ઓઢવની 6 સોસાયટીમાં 40થી વધારે કેસ સામે આવ્યા છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube