વીરપુર : સુરતમાં પ્રેમિકાની હત્યા બાદ મહીસાગર જિલ્લામાં પ્રેમી દ્વારા ચપ્પુના ધા મારી પ્રેમિકાની હત્યા કરવાની ઘટના બનવા પામતા સમગ્ર જિલ્લામાં ભારે ચકચાર મચી છે. સુરતમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાન દ્વારા ગ્રીષ્માની ચપ્પુથી ગળું કાપીને હત્યા બાદ મહીસાગર જિલ્લાના એક નાનકડા ગામમાં બનવા પામ્યો છે. મહીસાગર જિલ્લાના વીરપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવેલા દુધેલા ગામે એક તરફી પ્રેમમાં પાગલ બનેલ પ્રેમી યુવાન દ્વારા પ્રેમિકાને છાતીના ભાગે ચપ્પુના ધા મારી હત્યા કરી દેવામાં સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમી દ્વારા ચપ્પુના ઘા મારી આરોપી ફરાર થઈ ચૂક્યો હતો. હત્યાના બનાવ બાદ નાયબ જિલ્લા પોલીસવડા ક્રાઇમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચતા પહેલા જ પ્રેમિકાનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. દુધેલા ગામે પ્રેમી શૈલેષ પગી અને પ્રેમિકા રમીલાબેન રાવળ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી પ્રેમ સંબંધ હતા. રમીલાબેન રાવળના એક વર્ષ અગાઉ અન્ય જગ્યાએ લગ્ન થયા હતા બાદમાં રમીલા બેનને પ્રેમ સંબંધ મંજુર નહોતો. લગ્ન જીવનમાં ખુશ હતા પરંતુ પ્રેમ સંબંધની જાણ પતિ અને પરિવારજનોને થઈ હતી. 


જેથી લગ્ન જીવનમાં થોડા સમય બબાલો ચાલવા લાગી બાદ તિરાડ પડતા આખરે લગ્ન જીવનમાંથી રમીલાબેનના છૂટા છેડા થયા હતા. પરંતુ છૂટાછેડા બાદ પણ રમીલાબેનને પ્રેમ સંબંધ મંજૂર ન હતો ત્યારે પ્રેમી શૈલેષ પગી વારંવાર પ્રેમિકા પાસે પ્રેમ સબંધની માંગણીઓ કરતો હતો. વારંવાર મળવાથી લઇ પ્રેમ સંબંધ બાંધવા અનેક માંગણીઓ પણ કરતો હતો. પરંતુ રમીલાબેનના લગ્ન જીવન પ્રેમ સંબંધમાં બગડ્યું હોવાથી પ્રેમ સંબંધ કદાપિ મંજુર ન હતો. વારંવાર ના કહેતા આખરે પ્રેમી એક તરફી પ્રેમમાં પાગલ બનીને આજરોજ પ્રેમિકા ખેતરમાં મજૂરી કામ કરી રહી હતી. તે દરમિયાન પ્રેમી ત્યાં આવી છાતીના ભાગે ચપ્પાના ઘા મારી પ્રેમી ફરાર થઈ ગયો હતો પરંતુ ઘાયલ પ્રેમિકાનું ઘટના સ્થળે મોત નિપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. 


ચપ્પુના ઘા માર્યા બાદ પ્રેમી ફરાર થઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કરતા પરિવારજનો સારવાર માટે હોસ્પિટલ લઇ જતા સમયે લોકલ ક્રાઈમ બ્રાન્ચ સહિત વીરપુર પોલીસના હાથે આરોપી પ્રેમી ઝડપાઇ ગયો હતો. હાલ આરોપીને પોલીસની નિગરાની હેઠળ વીરપુર સરકારી આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર આપવામાં આવી રહી છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube