તમારા બાળકને એકલું ના મૂકો! સુરતમાં સામે આવી કાળજું કંપાવી નાંખે તેવી ઘટના, ધૂળેટીના દિવસે થયો `કાંડ`
બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈ નરાધમ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક ધોરણે આ નરાધમની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
ઝી બ્યુરો/સુરત: સુરતના પાંડેસરા વિસ્તારમાં એક યુવાન દ્વારા સાયકલ અપાવવાની લાલચ આપી બાળકનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાદમાં આ બાળકને અવાવરું જગ્યાએ લઈ જઈ નરાધમ યુવાને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું. આ બનાવ અંગે પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તાત્કાલિક ધોરણે આ નરાધમની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
વડોદરામાં ભાજપ V/S ભાજપ; આ મુદ્દે બે કોર્પોરેટર સામસામે, એકે તો CMની ટકોરને ઘોળીને..
બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય
સુરતના પાંડેસરા વિસ્તારમાં રહેતો 12 વર્ષનો બાળક પોતાના ઘર નજીક ધુળેટીના પર્વ નિમિત્તે રમી રહ્યો હતો. આ દરમિયાન અમિત પાંડે નામનો યુવાન તેની પાસે આવ્યો હતો અને સાયકલ અપાવવાની લાલચ આપી બાળકને પોતાના બાઈક ઉપર બેસાડી તેનું અપહરણ કરી ભાગી છૂટ્યો હતો. આ બાળકને અવાવરું જગ્યાએ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં તેને હથિયાર બતાવી બાળક સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું હતું.
4,495 રૂપિયા પર જશે રિલાયન્સનો શેર... 54% ની આવશે તેજી? બ્રોકરેજે કહ્યું- ખરીદી લો
બાળક ઘરે પહોંચ્યા બાદ માતાપિતાને હકીકત વર્ણવી
આ ઘટના બાદ અજય પાંડે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. બાળક ઘરે પહોંચ્યા બાદ સમગ્ર હક્કીક્ત તેને પોતાના માતાપિતાને વર્ણવી હતી. જે વાત સાંભળી માતા પિતા પણ ચોકી ઉઠ્યા હતા. બાળકના માતા-પિતા તાત્કાલિક ધોરણે પાંડેસરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને અમિત પાંડે વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો. જે ફરિયાદના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવી અજય ની શોધ કોર હાથ ધરી હતી. જ્યાં ગણતરીના સમયમાં જ પોલીસે નરાધમ એવા અજય પાંડેની ધરપકડ કરી તેને જેલ ભેગો કર્યો હતો.
18 મહિના બાદ બનશે શુક્ર-સૂર્યની યુતિ, આ જાતકોને દરેક કાર્યમાં મળશે સફળતા
આરોપીએ પોલીસ સમક્ષ કબૂલાત કરી
પોલીસ પૂછપરછમાં અજય બેકારીનું જીવન ગુજારતો હતો. તે જ્યારે બાળકના ઘર પાસેથી પસાર થઈ રહ્યો હતો. ત્યારે તેની નજર આ બાળક ઉપર પડી હતી અને ત્યારબાદ તેનું અપહરણ કરી તે લઈ ગયો હોવાની કબૂલાત પોલીસ સમક્ષ કરી હતી.
પૈસાની વ્યવસ્થા કરી રાખજો, કમાણીની મળશે જબરદસ્ત તક! ટાટાના અનેક મોટા IPO આવવાના છે