દિનેશ ચંદ્રવાડીયા/ઉપલેટા: રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગત સાંજ દરમ્યાન સામાન્ય ઝઘડામાં હત્યાનો બનાવ બન્યો હતો. સામે પોલીસે ગણતરીની કલાકોમાં જ આરોપીને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'ભાઈ અને બેન' લખાવું ગુજરાતીઓ માટે બન્યું માથાનો દુ:ખાવો? કારણ જાણી તમે પણ ચોંકી જશો


ઉપલેટામાં ગત સાંજે શહેરના શહીદ અર્જુન રોડ ઉપર આવેલ નક્ષત્ર કોમ્પ્લેક્સમાં આવેલ બોડી ફિ્ટેનેસ જિમમાં ચાર દિવસ પહેલા મૃતક આશિષ નાથાભાઈ ભાદરકા અને આરોપી વિનય ઉર્ફ સુજુ હિતેષભાઇ ધામેચા સાથે વર્ક આઉટ બાબતે બોલાચાલી થઈ હતી. જાહેરમાં બોલાચાલીનો ખાર રાખી ગત સાંજ દરમ્યાન આશિષ નાથાભાઈ ભાદરકા જિમની સીડીઓ ઉપર જઈ રહેલ ત્યારે ઉપલેટા કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આરોપી વિનય ઉર્ફ સુજુ હિતેષભાઇ ધામેચા આવીને આશિષ ઉપર 19 જેટલા છરીના ઘા પેટમાં અને 3 જેટલા ઘા છાતીમાં એમ કુલ 22 ઘા મારી ફરાર થઈ ગયો હતો. 


વડોદરા કન્ઝ્યુમર ફોરમનો ઐતિહાસિક ચુકાદો: મહિલાની સર્જરી વખતે બેદરકારી ભારે પડી, જાણો


હત્યાના સમાચાર વાયુ વેગે ફેલાતા ઉપલેટામાં નક્ષત્ર કોમ્પ્લેક્સ અને સરકારી હોસ્પિટલ ખાતે ટોળાં ઉમટી પડ્યા હતા. પોલીસે હોસ્પિટલ પહોંચી મૃતક આશિષના મૃતદેહને પીએમ અર્થ હોસ્પિટલ ખસેડાયેલ અને આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસે આરોપી વિનય ઉર્ફ સુજુ હિતેષભાઇ ધામેચાની ગણતરીની મિનિટોમાં જ તાત્કાલિક ઘરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી. 


દાંતાનાં રાજવી મહારાણા મહીપેન્દ્રસિંહજી પરમારનું નિધન, CMએ પાઠવ્યો શોક સંદેશ