નવનીત દલવાડી/ભાવનગર : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આજે તાલુકા અને જિલ્લા પંચાયતોના ફોર્મ ભરવા માટેનો અંતિમ દિવસ હોવાનાં કારણે મોટા પ્રમાણમાં ઉમેદવારો ફોર્મ ભરવા માટે પડાપડી કરી રહ્યા છે. તેવામાં ભાવનગરમાં પણ વિવિધ તાલુકા અને જિલ્લા સ્તરે ઉમેદવારો ફોર્મ ભરવા માટે પહોંચી રહ્યા છે. જો કે ભાવનગરમાં રાજકારણમાં ખુબ જ શરમજનક હરકત સામે આવી છે. આ પ્રકારની ઘટના રાજકારણમાં લગભગ ક્યારે પણ જોવા નહી મળી હોય. આ ઘટનાને કારણે ભાવનગરને નીચા જોણું થાય તેવી શક્યતા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના રાજકારણમાં રાજીનામાનો વરસાદ, ભાજપ-કોંગ્રેસના નેતાઓની નારાજગીનો રાફડો ફાટ્યો


ભાવનગરના પાલીતાણા નગરપાલિકા કચેરી કમ્પાઉન્ડ કોંગ્રેસના ઉમેદવારો પોતાની દાવેદારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. શહેર કોંગ્રેસ પ્રમુખ કરણ મોરી પણ પોતાના મેન્ડેટ જમા કરાવવા માટે નગરપાલિકા કચેરી ખાતે પહોંચ્યા હતા. ત્યારે કોઇ અજાણ્યા વ્યક્તિ દ્વારા તેમના હાથમાંથી મેન્ડેટ અને ફોર્મ સહિતની તમામ સામગ્રી ઝુંટવીને ફાડી નાખવામાં આવી હતી. અજાણ્યા વ્યક્તિ દ્વારા માત્ર કોંગ્રેસનાં ઉમેદવારોને જ નિશાન બનાવવામાં આવ્યા હતા. જેના કારણે સમગ્ર પાલિતાણામાં ચકચાર મચી ગઇ હતી. તો બીજી તરફ મેન્ડેટ અને ફોર્મ ફાડી નાખાવામાં આવતા કાર્યકર્તા અને ઉમેદવારોમાં દોડાદોડી મચી ગઇ હતી. 


RAJKOT: પૂર્વ જિલ્લા પ્રમુખે પૈસા લઇને ટિકિટ આપવાનાં આરોપ સાથે કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું


તો બીજી તરફ ભાવનગરના ઉમરાળાતાલુકા પંચાયતની બે સીટો બિનહરીફ થઇ છે. જેમાં રંધોળા બેઠક પર ભાજપના સુરેશભાઇ નથુભાઇ કુવાડીયા તેમજ લંગાળા બેઠક પર ભાજપના ગુણવંતીબેન મગનભાઇ મિસ્ત્રી બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. ઉમરાળા તાલુકાની બેઠકો બિનહરીફ થતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube