કાકા-ભત્રીજાના સંબંધને લાંછન લગાડે તેવી ઘટના! લાકડીના ફટકા ઝીંકી કાકાની કરપીણ હત્યા
માંગરોળ તાલુકાના પીપોદરા ગામે વિશ્વ કર્માં નગરમાં જય માતાજી ટેક્ષ્ટાઈલ કંપનીમાં નોકરી કરતા શિવ પૂજન નિષાદ નામના ઇસમને પોતાના કાકા શિલ્લુ નિષાદની જ હત્યા કરી કર્યાનો બનાવ બન્યો હતો.
સંદીપ વસાવા/માંગરોળ: સુરત જિલ્લામાં વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. સુરતના પીપોદરા જીઆઈડીસીમાં કૌટુંબિક કાકાએ જ ભત્રીજાની પત્ની સાથે છેડછાડ કરતા ભત્રીજાએ કાકાને લાકડાના ફટકા મારી લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધા, સ્થળ પર પહોંચેલી પોલીસે હત્યારા ભત્રીજાને ઝડપી કાર્યવાહી હાથ ધરી હતી.
ભારે બફારા બાદ વડોદરામાં ધોધમાર વરસાદ, પહેલા જ વરસાદમાં પ્રિ-મોન્સુન કામગીરીનો છેદ..
કાકા- ભત્રીજાના પારિવારિક સંબધને લાંછન લગાડે તેવી ઘટના સુરત જિલ્લામાં બનવા પામી છે. માંગરોળ તાલુકાના પીપોદરા ગામે વિશ્વ કર્માં નગરમાં જય માતાજી ટેક્ષ્ટાઈલ કંપનીમાં નોકરી કરતા શિવ પૂજન નિષાદ નામના ઇસમને પોતાના કાકા શિલ્લુ નિષાદની જ હત્યા કરી કર્યાનો બનાવ બન્યો હતો. વાત જાણે એમ છે કે જય ટેક્ષ્ટાઈલ કંપનીમાં નોકરી કરતો અને પોતાની પત્ની સાથે રહેતો શિવ પૂજન નિષાદ બહાર હતો, તે દરમિયાન તેના કાકા શીલ્લું નિષાદ તેની પત્ની સાથે છેડછાડ કરી હતી. તે દરમિયાન ઘરે પહોંચેલ શિવ પૂજન નિષાદને ખબર પડતાં તેણે આવેશમાં આવીને લાકડીના ઉપરા છાપરી સપાટા મારી પોતાના જ કાકા શીલ્લું લલુ નિષાદને લોહી લુહાણ કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા.
ગુજરાતના પ્રગતિશીલ ખેડૂતે ખેતીમા કાઠું કાઢ્યું! આ રીતે વાર્ષિક 12 લાખની કરે છે કમાણી
વહેલી સવારે સમગ્ર ઘટનાની જાણ કોસંબા પોલીસને થતા કોસંબા પોલીસનો કાફલો ઘટના સ્થળે જ દોડી ગયો હતો અને લોહીના ખાબોચિયાં જોઈ પોલીસ પણ ચોંકી ગઈ હતી. ઘટનાને અંજામ આપી સ્થળ પર જ રહેલા શિવ પૂજન નિષાદને પોલીસે ઝડપી લીધો હતો અને મૃતકના સગા સંબધિઓને બોલાવી તેઓને મૃતદેહ સોંપવાની તજવીજ હાથ ધરી હતી. ત્યારે પત્ની સાથે થયેલ છેડછાડમાં ભત્રીજાએ જ કાકાનું ઢીમ ઢાળી દેતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.
દમણના દરિયા કિનારે જાહેરમાં સેક્સ કરતો કપલના VIDEO વાયરલ! ચારેય તરફ થઈ રહી છે ચર્ચા
ક્ષણિક આવેશ વ્યક્તિ ન કરવાનું કરી બેસે છે. કાકાએ પોતાના સંબંધને શર્મસાર કરી કરતૂટ કરી અને ભત્રીજાએ આવેશમાં આવી હત્યા જેવી ઘટનાને અંજામ આપી દેતા બે ઘર માં માળા પીખાય ગયા છે. એકે પોતાની જિંદગીથી હાથ ધોવો પડ્યો જ્યારે બીજાને હવે જેલના સળિયા પાછળ બેસી પછતાવા સિવાય હવે કોઇ રસ્તો નથી.