રક્ષિત પંડ્યા/રાજકોટઃ રંગીલા રાજકોટમાં દિવાળીનો તહેવાર નજીક આવતા ચોરી અને લૂંટની ઘટનાઓમાં વધારો થઈ ગયો છે. તહેવાર નજીક આવતા ચોર-લૂંટારૂ ગેંગ સક્રિય થઈ ગઈ છે. છેલ્લા બે દિવસમાં બે ઘટનાઓ સામે આવી છે. આજે શહેરના નિર્મલા રોડ પર મહિલાના પર્સની ચીલઝડપ કરવામાં આવી છે. એક્ટિવા પર સવાર બે શખ્સો રસ્તા પર જતી મહિલાનું પર્સ ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. મહિલાના પર્સમાં રોકડ રકમ સહિત મોબાઇલ પણ હતો. આ ઘટનાના સીસીટીવી સામે આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તો બીજીતરફ મવડી ચોકથી મવડી ગામ નજીક બાપાસીતારામ ચોક નજીક લૂંટની ઘટના બની હતી. અહીંથી લૂંટારાઓ 2.80 લાખની લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા હતા. રાજકોટ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. 


[[{"fid":"187867","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"1":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"1"}}]]


તો શહેરમાં ચાર દિવસ પહેલા ઇનોવા કારમાંથી 4 લાખ રૂપિયા ભરેલો થેલો લઈને બે શખ્સો ભાગી ગયા હતા. આ ઘટનાની ફરિયાદ રાજકોટ એ-ડિવિઝિન પોલીસ ચોકીમાં નોંધવામાં આવી હતી. શહેરના કાલાવડ રોડ પર રહેતા પાર્થ નથવાણી નામના વ્યક્તિની કારમાંથી આ ચોરી કરવામાં આવી હતી. 


[[{"fid":"187868","view_mode":"default","fields":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false},"type":"media","field_deltas":{"2":{"format":"default","field_file_image_alt_text[und][0][value]":false,"field_file_image_title_text[und][0][value]":false}},"link_text":false,"attributes":{"class":"media-element file-default","data-delta":"2"}}]]હાલતો દિવાળીનો તહેવાર નજીક આવતા લૂંટ અને ચોરીની ઘટનામાં વધારો થતાં પોલીસની કાર્યવાહી સામે પણ સવાલો ઉઠી રહ્યાં છે. તહેવારોની રજામાં લોકો ફરવા જતા હોય છે. ત્યારે ચોરી અને લૂંટની ઘટના રોકવા માટે પોલીસે આકરી કાર્યવાહી કરવાની જરૂર છે.