CORONA ને પછાડવા માટે NASA દ્વારા બનાવાયું અમોઘ શસ્ત્ર, ડોક્ટર ઘરે બેઠા કરી શકશે સારવાર
કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેન્ટિલેટરની બુમ પડી છે. પરિણામે માર્કેટમાં વેન્ટીલેટરની અછત ઉભી થઇ છે. જેને ધ્યાને રાખીને નાસા દ્વારા વેન્ટિલેટરની એક ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હાલ આ ડિઝાઇન અનુસારના વેન્ટિલેટર પણ બની રહ્યા છે.
અમદાવાદ : કોરોનાની બીજી લહેરમાં ગુજરાત સહિત સમગ્ર દેશમાં વેન્ટિલેટરની બુમ પડી છે. પરિણામે માર્કેટમાં વેન્ટીલેટરની અછત ઉભી થઇ છે. જેને ધ્યાને રાખીને નાસા દ્વારા વેન્ટિલેટરની એક ખાસ ડિઝાઇન તૈયાર કરવામાં આવી છે. હાલ આ ડિઝાઇન અનુસારના વેન્ટિલેટર પણ બની રહ્યા છે.
જો કે ગુજરાત અને સમગ્ર દેશ માટે ગૌરવની બાબત છે કે, સમગ્ર વિશ્વમાં નાસાએ 27 કંપનીઓને પોતાની ડિઝાઇન અનુસારના વેન્ટિલેટર બનાવવા માટેની પરવાનગી આપી છે. જેમાં ભારતની 4 કંપનીઓ અને ગુજરાતની એક માત્ર કંપનીને લાયસન્સ મળ્યા છે. વટવા ખાતે આવેલી ઇલેક્ટ્રોથર્મ સોલાટ ઇલિટેડને આ લાયસન્સ મળ્યું છે.
હાલ આ કંપની નાસાની ડિઝાઇન અનુસારના વેન્ટિલેટર બનાવી રહી છે. 54 વેન્ટિલેટર બનાવી આ કંપનીએ વેચ્યા પણ છે. 200 વેન્ટિલેટર બની રહ્યા છે. 25 મી સુધીમાં માર્કેટમાં આવી જશે. ત્યાર બાદ કંપની 1000 વેન્ટિલેટરનું નિર્માણ શરૂ કરશે. ઇન્વેઝીવ અને ઇન્વેઝીવ પ્રકારનાં આ વેન્ટિલેટર છે.
આ વેન્ટિલેટર મોબાઇલ એપ્લીકેશન સાથે કનેક્ટ કરી શકાશે. આ ઉપરાંત તે ખુબ જ સરળતાથી હેરફેર પણ કરી શકાય છે. દર્દીના રિપોર્ટ વેન્ટિલેટર સાથેનાં ટેબલેટમાં જનરેટ થશે. આ વેન્ટિલેટરની કિંમત 3થી5 લાખ રૂપિયા વચ્ચે રહેશે. જે 21 ટકા સુધીનો ઓક્સિજન વગર સિલિન્ડરે દર્દીને આ વેન્ટિલેટરથી આપી શકાય છે. હાઇફ્લો અને બાયપેપ મોર્ડ બંન્ને ટ્રીટમેન્ટ આ વેન્ટિલેટર દ્વારા આપી શકાય છે.
શું છે વેન્ટીલેટરની ખાસીયતો
- આ વેન્ટીલેટરમાં ટ્યુબિંગની એવી ડિઝાઇન બનાવવામાં આવી છે કે એક દર્દીમાંથી બીજા દર્દીને કે અન્ય વ્યક્તિને ચેપ નથી લાગતો.
- સામાન્ય વેન્ટીલેટરમાં બાયપેપની સુવિધા ઉપલબ્ધ નથી હોતી, જો કે આ વેન્ટીલેટરમાં બાયપેપની સુવિધા ઇનબીલ્ટ જ આપવામાં આવી છે.
- ઓક્સિજન સેન્સર પરમેનેન્ટ આવે છે. જે અન્ય વેન્ટીલેટરમાં દર છ મહિને બદલવા પડતા હોય છે.
- આ વેન્ટીલેટરને ઇલેક્ટ્રા નામની મોબાઈલ એપ્લિકેશન સાથે જોડવામાં આવ્યું છે, જેમાં તમામ ડેટા સ્ટોર થતા રહેશે.
- આ એપ પણ કંપનીએ પોતે જ વિકસાવી છે. આ એપ અને વેન્ટીલેટરના જોડાણથી દર્દીનો ડેટા ઉપલબ્ધ રહે છે. જેથી ડોક્ટર બદલાય તો પણ આ ડેટા નવા ડોક્ટર માટે ઉપયોગી બને છે.
- ડોક્ટર વિઝીટ કર્યા વગર પણ દર્દીની સ્થિતિ જાણી શકે અને તેના રિપોર્ટ બનાવી શકે તો માટેની પણ ખાસ સુવિધા ઉપલબ્ધ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube