શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: વડાલી ગામે અસ્પૃશ્યતા નાબૂદ કરવાને લઈ ગ્રામજનોએ હકારાત્મક અભિગમ દાખવતા ઉદાહરણરૂપ કિસ્સો બેસાડ્યો છે. વડાલી ધામડી ગામના સ્થાનિક આગેવાનોએ ગામના સફાઇ કર્મીઓને માન-સન્માન મળે તે હેતુથી અનોખો કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જે સફાઇકર્મી તેમની આસપાસના વિસ્તારને સાફ રાખે છે તે વિસ્તારના લોકોએ સફાઇ કર્મીઓના પગ ધોઈને માન સન્માન આપ્યું હતું.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશભરમાં અસ્પૃશ્યતાની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે, તેવામાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાના ધામડી ગામે આશ્રમમાં ગામના અગ્રણીઓ અને ગ્રામજનોએ છેલ્લા સાત મહિનાથી ગામના અને આજુબાજુના ગામના વૃદ્ધિનો દર રવિવારે સત્સંગનું આયોજન થતું હોય છે ત્યારે 29માં રવિવારે એટલે કે આજે ગામના અગ્રણીઓએ 70 વર્ષથી વધુ ઉંમરના 200થી વધુ વૃદ્ધ દંપતીઓનું કંકું તિલક કરીને શાલ ઓઢાડી સન્માન કર્યું હતું, તો સાથે સફાઇ કર્મીના પગ ધોઈને પૂજન અર્ચન કરી તેને દરેક સમાજના લોકો વચ્ચે માન સન્માન આપ્યું હતું. જેને લઇને સફાઇ કર્મી પણ આનંદિત થયો હતો અને કહ્યું કે આવું સન્માન બધાનું થવું જોઈએ.


સરપંચ હોય તો આવા! ગામને 10 કરોડનો વીમો પોતાના ખર્ચે ઉતરાવી સરપંચ પદેથી લીધી વિદાય


હાલના સમયમાં માતાપિતાને પરિવારજનો ધૂતકારતા હોય છે જેને લઇને માતાપિતા વૃદ્ધાશ્રમ આશરો લેવાનો વારો આવતો હોય છે. ત્યારે માતાપિતાની કિંમત હોતી નથી ત્યારે ધામડી ગામે રવિવારે તમામ વૃદ્ધો એકઠા થઈને આધ્યાત્મિકતામાં વાળીને સંતોની નિશ્રામાં સત્સંગ યોજાય છે, જ્યાંથી માત્ર એક જ સંદેશ આપવામાં આવે છે માતપિતાનું મનો અને દરરોજ સવારે નમન કરી કામે જાઓ તો કામમાં અનન્ય સફળતા મળશે.


'આપણે કેટલું આગળ વધ્યા તેના માટે પાછળ વળીને પણ જોવું પડે': CM ભૂપેન્દ્ર પટેલ


આ વાત હાલના સમયમાં સમાજમાં પ્રસરે એ હેતુ શરૂઆત ગ્રામજનોએ કરી છે. દરરોજ સવારે માતાપિતાને પગે લાગવું અને જો હયાતી ના હોય તો તેમની ફોટો પ્રતિમાને પણ પગે લાગી ઘરની બહાર નીકળવું જેને લઇને કોઇ પણ કામ અશક્ય નહીં બને તે નિશ્ચિત છે.


દેશભરમાં ચાલી રહેલ અસપૃષ્યતા સમસ્યા સામે સમાજમાં દાખલા રૂપ શરૂઆત ધામડી ગામના ગ્રામજનોએ કરી છે.આગામી દિવસોમાં આ શરૂઆત અનેક ગામોની પ્રેરણા બને તો નવાઈ નહિ.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube