અમદાવાદ: બુધવારે અમદાવાદમાં "રાષ્ટ્રીય ખેલ દિવસ" (29 ઓગસ્ટ) નિમિત્તે  'સન એન્ડ સ્ટેપ' ક્લબમાં યંગ  ફિક્કી  લેડીઝ  ઓર્ગેનાઇઝેશન" (વાયફલો ) દ્વારા દીવ્યાંગ બાળકો માટે સ્વિમિંગ વિષે ખાસ કાર્યક્રમ  યોજાયો હતો, જેમાં લગભગ 35થી વધુ દિવ્યાંગ અને સ્પેશ્યલ બાળકોએ પોતાના માતા -પિતા સાથે ભાગ લીધો હતો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ કાર્યક્રમમાં જાણીતા સ્વિમિંગ કોચ 'અમલ ઉપાધ્યાય' કે જેવોએ ઘણા બધા દિવ્યાંગ અને  સ્પેશ્યિલ  બાળકોને સ્વિમિંગ  શિખવ્યુ છે, તેઓએ કહ્યું કે આ બાળકો માટે પૂરતું ધ્યાન અને સગવડો આપવામાં આવે તો તેઓ સારા સ્વિમર બની શકે છે, તેમજ આગળ જતા આ પ્રકારના વ્યક્તિઓ માટેની રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય તરણ સ્પર્ધાઓમાં ભાગ લઈ દેશનું ગૌરવ વધારી શકે  છે, અને  અન્ય રમત ગમતમાં પણ આગળ વધી શકે છે.  


આ પ્રસંગે "યંગ ફિક્કી લેડીઝ ઓર્ગેનાઇઝેશન" (વાયફલો ) અમદાવાદના ચેરપર્સન "શ્રીયા દામાણી"એ  જણાવ્યું કે "આ બાળકો સમાજ પાસેથી પ્રેમ અને સન્માન સિવાય વધારે બીજા કશાયની અપેક્ષા નથી રાખતા, આ બાળકોને અન્ય સામાન્ય બાળકોની જેમ સ્વિકારવામાં આવે તો તે આ બાળકો અને તેમના પરિવાર માટે મોટી ભેટ ગણાશે, વાયફલો આ કાર્યક્રમ દ્રારા આ બાળકોના વિકાસ અને  સર્વ સ્વીકૃતિનો સંદેશ આપવા માંગે છે." આ કાર્યક્રમના અંતમાં દિવ્યાંગ અને  સ્પેશ્યિલ  બાળકોએ સ્વિમિંગ પૂલમાં તરવાની મજા માણી હતી.