રાજકોટમાં બીડી નહી મળવાનાં કારણે 95 વર્ષીય વૃદ્ધે ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી
રાજકોટનાં એક આધેડે ઘરનાં રૂમમાં ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે. કુંવરજીભાઇ નામનાં વ્યક્તિએ પોતાનાં ઘરના રૂમમાં કાંધીના લોખંડના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે જાણ થતા ગામના સરપંચ સંજય પીપળીયા સહિતના લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
અમદાવાદ : રાજકોટનાં એક આધેડે ઘરનાં રૂમમાં ગળેફાંસો ખાઇ લેતા ચકચાર મચી જવા પામી છે. કુંવરજીભાઇ નામનાં વ્યક્તિએ પોતાનાં ઘરના રૂમમાં કાંધીના લોખંડના હુકમાં પ્લાસ્ટીકની દોરી બાંધીને ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. ઘટના અંગે જાણ થતા ગામના સરપંચ સંજય પીપળીયા સહિતના લોકો દોડી આવ્યા હતા. પોલીસને જાણ કરતા કુવાડવા પોલીસ દોડી આવી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
વિદેશથી આવી રહેલા નાગરિકોને ઘરે નહી જવા દેવાય, 14 દિવસ સંસ્થાગત ક્વોરન્ટાઇન કરાશે
આપઘાત કરનાર કુંવરજીભાઇ 4 સંતાનો સાથે રહે છે. પરિવારોએ જણાવ્યું કે, કુંવરજીભાઇ બીડી પીવાના વ્યસની હતા. જો કે લોકડાઉનમાં તેમને બીડી મળતી નહી હોવાનાં કારણે તેઓ તકલીફમાં મુકાયા હતા. પુત્રો અને પરિચિતો દ્વારા તેમને થોડા સમય માટે બીડીની વ્યવસ્થા કરી દેવામાં આવી હતી. જો કે હવે બીડી નહી મળતી હોવાનાં કારણે તેઓ ખુબ જ અકળાયા હતા.
કોરોનાની ખેર નહી: ગુજરાત સરકાર દ્વારા સ્પેશ્યલ પ્લેન દ્વારા મંગાવવામાં આવી દવા
બીડીના તેઓ એટલા વ્યસની હતા કે બીડી નહી મળતા તેઓ વ્યગ્ર અને બેચેન બની ગયા હતા. લોકડાઉન હજી પણ નહી ખુલે તેવી આશંકાથી ડરી જઇને તેઓ આખરે પોતાનાં રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી. જો કે હાલ તો પરિવારનો રોષ ફાટી નિકળ્યો હતો. તેમણે સરકાર સામે સવાલ ઉઠાવ્યા હતા. તેમણે જણાવ્યું કે, લોકોને મહામારીનાં સમયમાં તમે ઘરમાં પુરી રાખો પરંતુ તેમના વ્યસન અને જીવન જરૂરી વસ્તુઓ જેવી બાબતો પર પ્રતિબંધ લગાવી શકાય નહી.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube