ઉમેશ પટેલ/વલસાડ: ગુજરાત રાજ્યમાં દરિયા કિનારો ડ્રગ્સ અને ચરસનો પ્રવેશ દ્વાર બનતો હોય તેમ લાગી રહ્યું છે. છેલ્લા બે ત્રણ મહિના પહેલા કચ્છ પછી દ્વારકા ત્યારબાદ ગીર સોમનાથમાં ચરસના પેકેટો દરિયા કાંઠેથી બિનવારસી મળી આવ્યા હતા. આ સિલસિલો વલસાડ જિલ્લામાં યથાવત જોવા મળ્યો. વલસાડ જિલ્લામાંથી બિનવારસી 5 કરોડ 87 લાખનો ચરસનો જથ્થો મળી આવ્યો. જેને લઈ પોલીસ દ્રારા તપાસ હાથ ધરવામાં આવી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાજ્યના 134 ગુલ્લીબાજ શિક્ષકો ઘરભેગા! પગતળે રેલો આવતાં નિદ્રામાંથી જાગી ગુજરાત સરકાર


રાજ્યમાં દરિયાઈ માર્ગે નશીલો પદાર્થ ઘુસાડવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે હવે કચ્છના સ્થાને દક્ષિણ ગુજરાતનો દરિયા કિનાર પરથી ચરસ ઝડપાયુ છે. રાજયમાં અલગ અલગ જિલ્લાના દરિયામાં તથા કિનારાના વિસ્તારમાં પોલીસ દ્રારા ડ્રગ્સ અને ચરસનો જથ્થો પડકી પાડવામાં આવી રહ્યો છે ત્યારે દેવભૂમિ દ્વારકા બાદ વલસાડ જિલ્લા જિલ્લાના પારડી તાલુકાના ઉદવાડાના દરિયા કાંઠે બિનવારસી કથિત 11 કિલો 800 ગ્રામ ચરસના પેકેટ મળી આવતા પારડી પોલીસ અને વલસાડ sogની ટિમ સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. 


ઉદવાડા ગામના દરિયા કિનારે બિનવાસી 5.87 કરોડનો ચરસ નો જથ્થો મળતા પોલીસ દ્રારા ચરસ નો જથ્થો કબજે કરી ને સ્થાનિક ગામજનોની પૂછપરછ હાથ ધરી હતી..દ્રારકા ખાતે મળેલા ચરસના જથ્થા સાથે આ ચરસના પેકેટ મળી આવતા પોલીસ દ્રારા દ્રારકા પોલીસ નો સંપર્ક કરી એ અંગે તપાસ હાથ ધરી હતી. 


આ તારીખો પર જન્મેલા લોકો કરે છે લવ મેરેજ, જુઓ તમે પણ સામેલ છો કે નહીં!


વલસાડ જિલ્લાના પારડી તાલુકા ખાતે બિનવાસી 5.87 કરોડનો ચરસનો જથ્થો મળી આવતા પોલીસ દ્રારા તમામ ચરસનો જથ્થો કબજે કર્યો હતો સાથે પોલીસ દ્રારા દરિયા કિનારાના વિસ્તારોમાં તપાસ હાથ ધરવામાં આવી છે વલસાડ જિલ્લાના 70 કિલોમીટર થી વધુ લાંબા દરિયા કિનારા ઉપર આવતા તમામ પોલીસ સ્ટેશનો જિલ્લા પોલીસ દ્રારા એલર્ટ કરી દેવામાં આવ્યા છે. 


સાથે દરિયા કિનારાના તમામ વિસ્તારોમાં પોલીસ દ્રારા અલગ અલગ ટિમો બનાવી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે તો દરિયા કિનારે વસતા તમામ લોકો અને માછીમારો ની પોલીસ દ્રારા પૂછપરછ હાથ ધરવામાં આવી હતી તો દરિયા કિનારા ની તમામ ગતિ વિધિઓ પર પોલીસ દ્રારા નજર રાખવામાં આવી રહી છે તો બીજી બાજુ પોલીસ દ્રારા દરિયાકિનારાના વિસ્તારોમાં પોલીસ દ્રારા પેટ્રોલીંગ વધારી દેવમાં આવ્યું. 


80 રૂપિયામાં ફ્લાઇટ ટિકિટ! ચુકતા નહીં હવાઈ મુસાફરીનો મોકો, આ છે સૌથી સસ્તી ફ્લાઈટ


વલસાડ જિલ્લામાં મળી આવેલા બિનવાસી 5.87 કરોડના ચરસનો પોલીસે કબજે કરી આ ચરસનો જથ્થો ક્યાં થી આવ્યો અને કોના દ્રારા અહીંયા આગળ મુકવામાં આવ્યો કે દરિયામાં વહીને આવ્યો એ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે સાથે દ્રારકા પોલીસને મળેલા ચરસનાજથ્થા અને આ ચરસના જથ્થાના પેકેટ સરખા હોવાના કારણે દ્રારકા પોલીસ સાથે સંપર્ક કરી વધુ તપાસ હાથ ધરી છે.