બુરહાન પઠાણ/આણંદ: આણંદ કૃષિ યુનિવર્સિટીએ 'આનંદ રસરાજ' નામની કેરીની નવી જાત વિકસાવામા આવી છે. આણંદ કૃષિ યુનિવર્સિટીના સંશોધન કેન્દ્ર જબુગામ દ્વારા 'આનંદ રસરાજ' કેરીનું સંશોધન કરી એક નવી ઓળખ ઉભી કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપવાની તૈયારી! રિવાઇઝ થઈ જશે પગાર, જાણો વિગત


આણંદ કૃષિ યુનિવર્સિટી, આણંદે ગુજરાત રાજ્ય માટે 'આનંદ રસરાજ નામની કેરીની નવી જાત વિકસાવી છે અને ખેડૂતો માટે બહાર પાડી છે. જે ઉચ્ચ ઉપજ આપતી અને ગુણવત્તામાં ઘણી સારી છે. લાંબા સમય સુધી ટકી રહેવાની ક્ષમતા, ઉચ્ચ ગુણવત્તા, સ્વાદ, ફળનું કદ અને ઉપજ સાથે સંપન્ન છે. આંબાની આ નવી જાત 'આનંદ રસરાજ' બજારમાં કેસર કરતાં પણ વધુ સારી માંગ સાથે સમકક્ષ રહેવાની ક્ષમતા ધરાવે છે. 


સારા વરસાદ માટે ગુજરાતમાં છે આ વર્ષો જૂની પરંપરા; આ રીતે મેઘરાજાને બોલાવે છે પારસી


તદુપરાંત, આ જાતને કાપીને તથા રસ બનાવીને બંને રીતે આરોગી શકાય છે. 'આનંદ રસરાજ' જાતની બીજી સારી વિશેષતા તેની નિયમિત ફળ આપવાની આદત છે. ગુજરાતમાં લાંબા સમય બાદ ખેડૂતો અને ગ્રાહકોની માંગ સંતોષવાની ક્ષમતા ધરાવતી આ નવી જાત વિકસાવાઈ છે. 


ભલે સ્કૂલ વાનના ભાડામાં વધારો કર્યો પણ હવે રહેજો તૈયાર, RTO અને પોલીસે કરી આ તૈયારી