ઝી બ્યૂરો, અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીમાં આણંદ વિધાનસભા બેઠક પણ ખૂબ જ મહત્વની છે. આણંદમાં આવેલી અમૂલ ડેરી આખી દુનિયામાં જાણીતી છે. આ વિસ્તાર મૂળભૂત રીતે ખેડા જિલ્લામાં આવેલો ભાગ હતો. જેનાથી અલગ થઈને વર્ષ 1997માં આણંદ વિસ્તાર અસ્તિત્વમાં આવ્યો. છેલ્લી ચૂંટણીમાં કોંગ્રેસે આ બેઠક પર જીત મેળવી હતી. તેની પહેલાં આ બેઠક પર ભાજપનો કબજો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આણંદ બેઠક પરના મતદારો: 
આણંદ વિધાનસભા બેઠક પર 1 લાખ 60 હજાર 612 પુરુષ અને 1 લાખ 55 હજાર 458 મહિલા મતદારો છે. વર્ષ 2011ની વસ્તીગણતરી પ્રમાણે કુલ 3 લાખ 52 હજાર 873 મતદારો છે. જેમાંથી 14.32 ટકા ગ્રામીણ અને 85.68 ટકા શહેરી મતદારો છે. કુલ જનસંખ્યામાં એસસી અને એસટી મતદારોનું પ્રમાણ અનુક્રમે 4.35 ટકા અને 3.35 ટકા છે. આ સીટ પર ઓબીસી, ક્ષત્રિય અને પાટીદાર સમુદાયનો પ્રભાવ છે. મુસ્લિમ અને ઈસાઈ મતદારો પણ ઘણા નિર્ણાયક માનવામાં આવે છે.  


આણંદ બેઠકમાં કેટલા વિસ્તારનો સમાવેશ:
આ વિધાનસભા બેઠક હેઠળ આણંદ તાલુકાનો કેટલોક ભાગ આવે છે. આ ઉપરાંત લાંભવેલ, જોલ, વાલાસણ, સાંડેસર, મેઘવા ગણ, ગણ, વાંસ ખિલીયા, જીટોડિયા, હડગુડ, જાખરીયા, નવલી, ખાંડલી, આણંદ, મોગરી, ગામડી, બાકરોલ, વલ્લભ વિદ્યાનગર, કરમસદ, વિઠલ ઉદ્યોગનગ સહિતના ગામનો આ બેઠક હેઠળ સમાવેશ થાય છે. 


બેઠકનું રાજકીય સમીકરણ: 
વર્ષ 2017માં ભાજપે કોંગ્રેસમાંથી આવેલા યોગેશ પટેલને ટિકિટ આપી હતી. તેનાથી સંગઠનમાં ભારે આક્રોશ ફેલાયો હતો. જેનું પરિણામ એ આવ્યું કે ભાજપે આણંદ બેઠક ગુમાવવાનો વારો આવ્યો. આણંદ વિધાનસભા બેઠક પર અત્યાર સુધી 14 વખત ચૂંટણી યોજાઈ છે. જેમાં 2014ની પેટાચૂંટણીનો પણ સમાવેશ થાય છે. જેમાં 6 વખત બીજેપી અને 6 વખત કોંગ્રેસનો વિજય થયો છે.  


આણંદ બેઠકનો ટ્રેક રેકોર્ડ:
વર્ષ        વિજેતા ઉમેદવાર      પક્ષ 


1972      ભૂપતસિંહ વાઘેલા     કોંગ્રેસ 


1975      રણછોડભાઈ સોલંકી   કોંગ્રેસ 


1980      રણછોડભાઈ સોલંકી   કોંગ્રેસ 


1985      રણછોડભાઈ સોલંકી   કોંગ્રેસ 


1990      ઘનશ્યામ પટેલ        જનતા પાર્ટી 


1995      દિલીપભાઈ પટેલ     ભાજપ 


1998      દિલીપભાઈ પટેલ     ભાજપ 


2002      દિલીપભાઈ પટેલ     ભાજપ 


2007      જ્યોત્સનાબેન પટેલ   ભાજપ 


2012      દિલીપભાઈ પટેલ     ભાજપ 


2014      રોહિત પટેલ           ભાજપ 


(પેટાચૂંટણી) 


2017      કાંતિભાઈ પરમાર      કોંગ્રેસ 


 
આણંદ બેઠકના લોકોની સમસ્યા:
વર્ષ 1995માં આણંદ જિલ્લો ખેડા જિલ્લાથી અલગ થઈને બન્યો. આણંદ જિલ્લામાં હજુ પણ સરકારી હોસ્પિટલનો અભાવ છે. સ્વાસ્થ્ય સેવાઓ, રસ્તાઓ, સ્વચ્છતા, ઉદ્યોગ અને સિંચાઈ સાથે જોડાયેલ મુદ્દા અહીંની મુખ્ય સમસ્યા છે. રાજનીતિના જાણકારોનું માનવું છે કે મુખ્ય મુદ્દાની સાથે શાસક બીજેપીને આ ચૂંટણીમાં ભ્રષ્ટાચાર, મોંઘવારી અને બેરોજગારી દેવા મુદ્દાનો સામનો કરવો પડશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube