Anand News બુરહાન પઠાણ/આણંદ : માધ્યમિક શાળામાં ધોરણ 9 માં પ્રવેશ મેળવતી બક્ષીપંચ અનુસૂચિત જાતિ અને આર્થિક પછાત હોય તેવી વિદ્યાર્થિનીઓને શાળાએથી ઘરે અપડાઉન કરવા માટે સરસ્વતી સાધના યોજના હેઠળ મફત સાયકલ આપવામાં આવે છે.પરંતુ તંત્રની લાલિયાવાડીએ 452 વિદ્યાર્થીનીઓને વિતરણ કરવાની સાયકલો બોરસદની વઘવાલા પ્રાથમિક શાળાના ઓરડામાં છેલ્લા 8 વર્ષથી ધૂળ ખાઈ રહી છે અને તમામ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે સરકાર દ્વારા કરવામાં આવેલ લાખો રૂપિયાનો ખર્ચ પાણીમાં ગયો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત સરકારે પ્રવેશોત્સવ-2015 હેઠળ બોરસદ તાલુકામાં અનુસૂચિત જાતિ અને આર્થિક રીતે પછાત વિદ્યાર્થીનીઓને 452 જેટલી સાઈકલો ફાળવી હતી.પરંતુ તંત્ર દ્વારા તેની વહેંચણી જ કરવામાં આવી ન હતી જેને લઇ બોરસદની વઘવાલા પ્રાથમિક શાળામાં આ સાઈકલો ધૂળ ખાતી હાલતમાં ભંગાર બની ગયો છે.


ગુજરાતના આ ધારાસભ્યના થઈ રહ્યા છે વખાણ, ડૂબતા યુવકોને બચાવવા ખુદ દરિયામાં કૂદ્યા


બોરસદ બી.આર.સી ભવન ખાતે આવેલ વઘવાલા પ્રાથમિક શાળાના બે રૂમમાં શાળા પ્રવેશોત્સવ 2015માં ફાળવાયેલ 452 થી વધુ સાયકલો ભંગાર હાલતમાં ફેરવાઈ ગઈ છે ઉપરાછાપરી આડેધડ રીતે સાઇકલોને જાણે ફેંકી દેવાઈ હોય તેવું લાગી રહ્યું છે વર્ષ 2015માં ફાળવવામાં આવેલ લાખો રૂપિયાની સાઇકલો તંત્રની લાલિયાવાડીને લઇ આજે સ્પેસ્યલ રેન્જર સાયકલો ભંગાર બની ગયેલ છે.વઘવાલા પ્રાથમિક શાળાના રૂમો માં પડેલ સાયકલોના વાલ અને બ્રેક લાયનર સહિતના સ્પેરપાર્ટની ચોરી થયેલ હોવાનું સ્પષ્ટ દેખાય છે. મોટાભાગની સાયકલોમાંથી આ ચીજવસ્તુઓ ગાયબ થઈ ગઈ છે.


છેલ્લા આઠ વર્ષથી લાખો રૂપિયાની 452 જેટલી સ્પેશયલ રેન્જર્સ સાયકલોનું વિતરણ કરવામાં ન આવતા સરકારના કન્યા કેળવણીના દાવાની હવા નીકળી રહી છે.સરકાર દ્વારા કન્યા કેળવણી અંતર્ગત સ્કૂલથી દૂર રહેતી વિદ્યાર્થીનીઓ માટે સરસ્વતી સાધના યોજના અંતર્ગત ખાસ સ્પેશયલ રેન્જર્સ સાયકલો આપવામાં આવી હતી પરંતુ તંત્રની બેદરકારી અને લાલીયાવાડીને લઇ આજે આ સાયકલો ભંગાર બની ગયેલ છે અને સરકારના લાખો રૂપિયાનું આંધણ થઇ ગયા બાદ પણ હેતુ પૂર્ણ થયો નથી.


લાખો પશુપાલકોના હિતમાં દૂધસાગર ડેરીનો મોટો નિર્ણય, દૂધની ખરીદ કિંમતમાં કર્યો આટલો વધ


વઘવાલા પ્રાથમિક શાળાના એક રૂમમાં 245 અને ત્રીજા રૂમમાં 207 સાયકલો પડેલી છે જે 2015માં ફાળવવામાં આવેલી છે આશ્ચર્યજનક બાબત એ છે કે જે રૂમોમાં સાયકલો પડી છે તે રૂમોના દરવાજા પણ બંધ થતા નથી જેને લઇ દરવાજા સાથે કાંટા બાંધી દેવામાં આવ્યા છે આમ સરકારી સહાયની લાખો રૂપિયાની સાયકલો રણીધણી વગર પડી રહી છે જેમાં મોટાભાગની સાયકલોના રીંગો વળી ગયેલ છે અને ટાયર ટ્યુબ ખલાસ થઈ ગયા છે અને સાયકલોના ઢગલામાં કરોળિયાના જાળા બાઝી ગયા છે.


આ અંગે વાલીઓમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે વાલીઓએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા વિદ્યાર્થીનીઓ માટે ફાળવવામાં આવેલ સાઇકલો ભંગાર બની ગઈ છે જો તેનું સમસયર આયોજન કરીને વિતરણ કરવામાં આવ્યું હોત તો આજે 452 થી વધુ વિદ્યાર્થીનીઓને લાભ મળ્યો હોત તો બીજી તરફ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ જણાવ્યું હતું કે આ અંગે સરકારમાં રિપોર્ટ કરવામાં આવનાર છે અને સરકાર તરફથી જે આદેશ મળશે તે મુજબ સાઇકલો અંગે નિર્ણય લેવામાં આવશે.


અમદાવાદની શાનમાં વધારો થશે : આ દિવસથી સાબરમતી નદીમાં ખુલ્લી મૂકાશે તરતી રેસ્ટોરન્ટ