Anand News બુરહાન પઠાણ/આણંદ : ચરોતરનાં વિવિધ ગામોનાં તળાવોમાં મગરોની વસ્તી રહેલી છે,પરંતુ સામાન્ય રીતે મગર અને માનવી વચ્ચે અહીયાં ધર્ષણનાં બનાવો નહીવત છે, ત્યારે વલ્લભવિદ્યાનગરની વોલેન્ટરી નેચર કન્સરવન્સી અને વિદ્યાનગર નેચર કલબ દ્વારા તળાવોમાં વસવાટ કરતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવતા ચરોતરનાં જુદા જુદા તળાવોમાં મગરોની સંખ્યા 303 નોંધાઈ છે, જે ગત શિયાળામાં થયેલી ગણતરી કરતા મગરોની સંખ્યા વધી હોવાનું દર્શાવે છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વોલેન્ટરી નેચર કન્સરવન્સી/વિદ્યાનગર નેચર ક્લબ દ્વારા વર્ષમાં બે વખત ચરોતરમાં વસતા મગરોની ગણતરી હાથ ધરવામાં આવે છે. જેથી તે મગરોના સંરક્ષણ માટે પગલાં લઈ શકાય. ચરોતરના ગામોમાં પાછલા ઘણા વર્ષોથી મગરોની સંખ્યા મોટી માત્રામાં જોવા મળી છે. જે મગરો દુનિયાના બાકીના મગરો કરતા ઘણા ભિન્ન છે. કારણ કે, તેઓનું માણસો સાથેનું તાદાત્મ્ય સુમેળ ભરેલું જોવા મળે છે. જેથી દુનિયાના લોકોને આ અનુભવવાની ઘણી ઉત્સુકતા હોય છે અને તેથી પૂરા દેશમાંથી લોકો આ ગણતરી દરમિયાન વીએનસી સાથે જોડાય છે.


ચાર ચોપડી ભણેલા દંપતીએ ખેતીમાં એવું કર્યું કે, કરોડો કમાતા ઉદ્યોગપતિઓ પણ ગોથુ ખાઈ ગય


આ વર્ષે વીએનસી દ્વારા ચારૂસેટ યુનિવર્સિટી સંલગ્ન ચરોતરના મગરોની રાત્રી ગણતરીનો કાર્યક્રમ ‘વેટલેન્ડ વોચ’ તરીકે યોજાયો હતો. જેમાં ભારતમાંથી જુદાં- જુદાં કુલ દસ રાજ્યોના મગર પ્રેમીઓએ ભાગ લીધો હતો. સાથે જ ગુજરાતના પણ ઘણા જિલ્લાઓમાંથી મગર પ્રેમીઓએ પણ મગરોની રાત્રિ વસ્તી ગણતરીમાં ભાગ લીધો હતો. જેમાં વીએનસીના પચીસ જેટલા સ્વયંસેવકોએ પણ ભાગ લઈ બહારથી પધારેલા મગર પ્રેમીઓની સાથે મળી મગરોની વસ્તી ગણતરી કરી હતી.


ભૂપેન્દ્ર પટેલ જશ લઈ ગયા! ગુજરાતમાં થશે કરોડોનું રોકાણ, કચ્છ અને બનાસકાંઠાની કાયાપલટ


મગરોની રાત્રિ ગણતરી અંગે વિદ્યાનગર નેચર ક્લબના ડાયરેકટર અનિરુદ્ધ વસાવા સાથે વાત કરતા જાણવા મળ્યું કે અત્યારે ખાસ ઉનાળામાં આ રાત્રી ગણતરી યોજવાનું કારણ એટલું જ કે ગરમીના ઊંચા તાપમાનમાં પ્રાણીઓમાં પણ તેની અસર જોવા મળતી હોય છે. તેથી દિવસ દરમિયાન મગરો મોટા ભાગે તળાવોમાં રહેતા હોય છે અને રાત્રિ દરમિયાન તેવો તળાવોમાંથી બહાર આવીને તથા કિનારાઓ ઉપર આવીને બેસતા હોય છે. તેથી તેઓની ગણતરી કરવી ઘણી સરળ બને છે. તેઓ રાત્રિ દરમિયાન મગરોની વસ્તી ગણતરી કરવાની રીત વિશે જણાવે છે કે, મગરની આંખો ઉપર પ્રકાશ પાડીને તેની ગણતરી કરવામાં આવે છે.


મેડિકલના પ્રોફેશનને તો છોડો! રાજકોટ સિવિલમાં સ્ટ્રેચરને ભગવો કલર લગાવાયો


શિયાળા દરમિયાન કરવામાં આવેલી ગણતરીમાં ચરોતરના મગરોની કુલ વસ્તી ૨૨૬ નોંધાઈ હતી, જ્યારે ગયા વર્ષની ઉનાળાની રાત્રી ગણતરીમાં ૨૬૪ મગરોની વસ્તી નોંધાઈ હતી. આ વર્ષે ઉનાળામાં કરવામાં આવેલી રાત્રી વસ્તી ગણતરીમાં ચરોતરના ૩૨ ગામોના તળાવોમાંથી કુલ ૩૦૩ મગરોની સંખ્યા નોંધાઈ છે. જેમાંથી દેવા, હેરંજ, પેટલી અને ત્રાજ ગામોના તળાવોમાં ઘણી મોટી સંખ્યામાં મગરો નોંધાયા હતા. આમ ચરોતરમાં મગરોની વસ્તીમાં વધારો થયો છે.ખાસ કરીને દેવા મલાતજ,પેટલી હેરંજ જેવા ગામોમાં મગરોની વસ્તી વધુ જોવા મળી છે.


ચોમાસાની રાહ જોતા ખેડૂતો માટે અંબાલાલ પટેલની આગાહી, આ દિવસે કરો વાવણીનું શુભ મુહૂર્ત