Anand News : આણંદનો બહુચર્ચિત કલેક્ટર ડીએસ ગઢવીનો કેસ રોજ નવા નવા વળાંક લઈ રહ્યો છે. ત્યારે સસ્પેન્ડેડ આઈએએસ ડીએસ ગઢવીએ એસીએસ સુનયના તોમર સામે વધુ એક ચોંકાવનારો ખુલાસો કર્યો છે. તેમણે તપાસ કમિટીની સામે કહ્યું કે, ફૂટેજમાં દેખાતી મહિલા તેમની પરિચિત છે, તેમની સંબંધી છે. તેને શારીરિક તકલીફ હોવાથી તેની તપાસ કરી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિવાદિત અને સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીની વાતો ગળે ઉતરે તેમ નથી. ત્રણ સિનિયર આઈએએસ અને જોઈન્ટ સેક્રેટરી રેન્કના મળીને એમ કુલ પાંચ મહિલા ઓફિસરો સમક્ષ કલેક્ટર ગઢવીના આવા નિવેદનો સાંભળવા મળ્યા. જેને કારણે તપાસ સમિતિ પણ રોષે ભરાઈ હતી. 


ગુજરાતના પ્રસિદ્ધ ભજનીક લક્ષ્મણ બારોટનું નિધન, જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ હતા


વિવાદિત કલેક્ટર ડીએસ ગઢવી સરકારી ઓફિસમાં જ કામલીલા કરતા દેખાયા હતા. જેનો ભાંડો તેમના જ હાથ નીચેના ઓફિસરોએ ફોડ્યો હતો. ઓફિસમાં ગોઠવેલા સ્પાય કેમેરામાં કલેક્ટર ગઢવી બિન્દાસ્તપણે મહિલા સાથે અદ્રભ હરકતો કરતા જોવા મળ્યા હતા. ત્યારે પોતાના બચાવમાં તેમણે તપાસ સમિતિ સામે ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. GAD એ રચેલી તપાસ સમિતિમાં તેઓએ કહ્યું કે, વીડિયોમાં દેખાય છે તે મહિલા તો મારી પરિચિત છે. તેને શારીરિક તકલીફ હોવાથી તપાસ કરી હતી. 


 


અમદાવાદના પોશ વિસ્તારમાંથી પકડાયું હાઈપ્રોફાઈલ જુગારધામ, ગોવાના કસીનો જેવો માહોલ હતો


કેતકી વ્યાસે રચ્યુ હતું આખું તરકટ
કલેક્ટરની ચેમ્બરમાં સ્પાય કેમેરા લગાવીને તેની કામલીલાનો ખેલ પાડવાનો કારચો આણંદની સરકારી ઓફિસમાં રચાયો હતો. જેમાં કલેક્ટર ડીએસ ગઢવીને તો પહેલા જ સસ્પેન્ડ કરી દેવાયા હતા. પરંતું તેની સામે કલેક્ટર ઓફિસની મહાખેલાડી કેતકી વ્યાસનો ખેલ ખુલ્લો પડ્યો છે. જમીનની ફાઈલો ક્લિયર કરાવવામાં જ કેતકી વ્યાસે આખું ષડયંત્ર રચ્યુ હતું. કેતકી વ્યાસ, તત્કાલીન ચિટનીસ જયેશ પટેલ અને હરીશ ચાવડાએ મળીને કલેક્ટરનો ખેલ પાડી દીધો. આ માટે જેડી પટેલના કહેવાથી હરીશ ચાવડાએ ડીએસ ગઢવી પાસે મોકલવા માટે છોકરીની વ્યવસ્થા કરી હતી. લંપટ કલેક્ટરની ઈચ્છા પામી ગયેલા ત્રણેય ખેલાડીઓએ પોતાની ફાઈલો પાસ કરાવવા માટે આખું તરકટ રચ્યુ હતું. આણંદના સસ્પેન્ડેડ કલેક્ટર ડીએસ ગઢવીના કઢંગી વીડિયો વાયરલ થયા બાદ આ કેસમાં મોટા ખુલાસા થયા છે. GAS કેતકી વ્યાસ, ડેપ્યુટી મામલતદાર જેડી પટેલે IAS ગઢવીના ચરિત્રનો ફાયદો ઉઠાવ્યા આ ખેલ રચ્યો હતો. જેમાં જમીનની 5 ફાઈલ ક્લિયર કરાવવા માટે કલેક્ટરને ફસાવવામાં આવ્યા હતા.  


આજથી ગુજરાતનું હવામાન પલટાશે, ગુજરાતના આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી