જપ્તવ્ય યાજ્ઞિક/આણંદ : વિદ્યાનગર શહેરમાં ત્રણેક માસ અગાઉ જ માથાભારે કિશન ઠાકોર, સાગર માછી સહિત કેટલાક યુવકોએ જાહેરમાં યુવકોને માર મારી અપમાનિત કર્યા હતા. તે ગુનામાં પોલીસે કિશન ઠાકોર અને સાગર માછીને માર મારવાના આરોપ સાથે ભાગેડુ હોવાનું જાણવા મળેલ છે. તેમ છતાં આ બંને શખસો અને તેમની ટીમ ત્રણ દિવસ અગાઉ વિદ્યાનગરના જાહેર માર્ગ પર કિશન ઠાકોરની બર્થડેની ઉજવણી કોવીડના નિયમોનું ઉલ્લંઘન કરીને કરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જાહેરમાં ખુલ્લી તલવારોનું પ્રદર્શન કરી ટોળા ભેગા કરી સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમનો ભંગ કર્યો હતો. તેમ છતાં સ્થાનિક તંત્ર દ્વારા કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. વિદ્યાનગર જાહેર માર્ગ પર ૯ તારીખે કિશન ઠાકોર અને તેના માણસોએ ખુલ્લી તલવારોનું પ્રદર્શન કરી બર્થડે ઉજવી હતી. જેને લઈને કાયદો અને વ્યવસ્થા સામે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.હાલમાં કોવીડને કારણે સરકાર દ્વારા રાત્રી કરફ્યુમાં હળવાશ તો આપી છે પરંતુ જાહેરમાં થતા કાર્યક્રમો પર મનાઈ ફરમાવવામાં આવી છે. ત્યારે વિદ્યાનગરના કેટલાક શખ્સો જાહેરમાં બર્થડેની ઉજવણી કરતા આ વિડિયો અને ફોટા સોશ્યલ મીડીયામાં ભારે એવા વાયરલ થયા હતા. 


જેને પગલે પોલીસને પણ આ યુવાનો પડકાર ફેંકતા હોય તેમ જણાઈ આવ્યું છે. જેમાના કેટલાક યુવાનો તો જાહેરમાં પોતાની મોટરકાર પર તલવાર અને તીક્ષ્ણ દેખાતા હથીયારો લઈ વિડિયોમાં હતા, ત્યારે આવનાર સમયમાં પોલીસ શું પગલા લે ત જોવું રહ્યું. જાણવા મળ્યું છે કે, વિડિયોમાં દેખાતા કિશન ઠાકોર અને સાગર માછીની જે તે ઘડીએ વિદ્યાનગર પોલીસ ચોપડે ગુના અંતર્ગત અટકાયત કરી હતી. 


આ તમામ યુવકોએ ગત ૯મીના રોજ કિશન ઠાકોરની બર્થડે હોવાથી જાહેર રસ્તા પર હરીઓમનગર પાસે બર્થડેની ઉજવણી કરી હતી. જેમાં ખુલ્લી તલવારો, કેક અને ડીજેના તાલે ઢીંગામસ્તી કરીને ભારે હોહા મચાવ્યો હતો. ગુનાહિત ઈતિહાસ ધરાવતા યુવકની બર્થડે જાહેરમાં ઉજવાઈ રહી હતી. જેના પગલે દહેશતનો માહોલ ઉભો થયો હતો. તેમ છતાં કોઈ કાર્યવાહી પોલીસ તંત્ર દ્વારા કરવામાં ન આવતા અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. સાથે સાથે હાલમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ જાહેરમાં સોશ્યલડીસ્ટન્સ સહિતના નિયમોનું પાલન કરવાનું હોય છે. પરંતુ આ માથાભારે યુવકો માત્ર શક્તિ પ્રદર્શન કરવા માટે જાહેરમાં તલવારો લઈને બર્થડેની ઉજવણી કરી હતી. 


જેમાં કોઈએ પણ માસ્ક પહેર્યો ન હતો. તથા સોશ્યલ ડીસ્ટન્સ પણ જળવાતું ન હતું. તેમ છતાં હાલમાં આવા તત્વો સામે કોઈ કાર્યવાહી ન થતા બેફામ બની ગયા છે. સ્થાનિકોની માંગ છે કે આવા તત્વો સામે સખત કાર્યવાહી કરવામાં આવે તો જ આવા તત્વો સુધરે તેમ છે.  જાહેરમાં તલવારોનું પ્રદર્શન કરી રૂઆબ જમાવવાનો પ્રયાસ વિદ્યાનગર હરીઓમનગર અને તેની આસપાસના વિસ્તારોમાં માથાભારે તત્વો સામે જાહેરમાં ખુલ્લી તલવારો સાથે બર્થડેની ઉજવણી કરીને આ વિસ્તારમાં રુઆબ જમાવવાનો પ્રયાસ કરી રહ્યા છે. 


પોતાની શક્તિ પ્રદર્શન કરીને સામાન્ય વ્યક્તિઓને બીવડાવવા માટે અવાર નવાર આવા પ્રયાસો કરે છે ત્યારે જાગૃત નાગરિકો દ્વારા આવા તત્વો સામે કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે. વિડિયોમાં દેખાતા બે શખ્સોને તો આણંદ કોર્ટે છ મહિના સુધી વિદ્યાનગરમાં પ્રવેશબંધી કરાઈ હતી. વિદ્યાનગર પોલીસ ચોપડે નોંધાયેલા ગુના અંતર્ગત આણંદના મહેરબાન પાંચમાં એડીશ્નલ સેસન્સ જજ દ્વારા એક સુનાવણી અંતર્ગત સાગર રમેશભાઈ માછી અને કિશન ચીમનભાઈ ઠાકોરને વિદ્યાનગર શહેરમાંથી છ માસ માટે પ્રવેશબંધી કરવાનો હુકમ ૨૨ એપ્રિલ ૨૦૨૧ ના રોજ કરવામાં આવ્યો હતો. તેમ છતાં આ બર્થડેની ઉજવણીમાં આ શખ્સો દેખાતા સ્થાનિકોમાં કુતૂહલતા વ્યાપી હતી. જેને લઈ પોલીસની કામગીરી પર પણ આ શખ્સોની ઉજવણીથી સવાલો ઉભા થયા છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube