VIDEO આણંદના આ સાહસી ખેડૂતે આધુનિક ખેતી કરીને મેળવ્યું જબરદસ્ત પરિણામ
આણંદ જીલ્લાના સંદેસર ગામના પ્રગતિશીલ ખેડૂત તરૂણ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીકામ કરે છે. જો કે તેઓ પરંપરાગત ખેતી સાથે આધુનિક ખેતી કરે છે. અત્યારે મરચાની સીઝન ચાલે છે ત્યારે તરૂણ પટેલ નવી જાતનુ બિયારણ વાવી દેશી મરચા કરતા ઉતારો અને ડબલ આવક મેળવે છે. તરુણ પટેલ આધુનિક પ્રકારે ખેતી કરીને એક ફૂટના મરચાનુ ઉત્પાદન કરે છે.
લાલજી પાનસુરીયા, આણંદ: આણંદ જીલ્લાના સંદેસર ગામના પ્રગતિશીલ ખેડૂત તરૂણ પટેલ છેલ્લા ઘણા વર્ષોથી ખેતીકામ કરે છે. જો કે તેઓ પરંપરાગત ખેતી સાથે આધુનિક ખેતી કરે છે. અત્યારે મરચાની સીઝન ચાલે છે ત્યારે તરૂણ પટેલ નવી જાતનુ બિયારણ વાવી દેશી મરચા કરતા ઉતારો અને ડબલ આવક મેળવે છે. તરુણ પટેલ આધુનિક પ્રકારે ખેતી કરીને એક ફૂટના મરચાનુ ઉત્પાદન કરે છે.
ભારત સરકાર દ્રારા છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની આવક ડબલ કરવાના પ્રયત્નો થઈ રહ્યાં છે ત્યારે તેમા સહભાગી થવા માટે સ્વપ્રત્યત્ન કરીને પણ ઘણા ખેડૂતો અત્યારે પરંપરાગત ખેતી ઓછી કરી તેની જગ્યાએ હવે આધુનિક ખેતી તરફ વળ્યા છે. તરૂણ પટેલ જેવા ખેડૂતો આવા ફેરફાર કરીને સારા પરિણામ પણ મેળવી રહ્યાં છે.
મધ્ય ગુજરાત આમ તો વર્ષોથી ખેતીમાં પ્રગતિ કરતું આવ્યું છે. પણ મોટી વાત એ છે તરુણ પટેલ જેવા યુવાનો આધુનીક ખેતી કરતા થયા છે અને તેના લીધે ખેડૂતોને સારી આવક સાથે દેશનો પણ ફાયદો થાય છે.