જપ્તવ્ય/ આણંદ: આણંદમાં જુથ અથડામણની ઘટના સામે આવી છે. આણંદના ગોપાલપુર ગામે બે કોમના ટોળા વચ્ચે પથ્થરામારો થયો હતો. આ ઘટનામાં બે લોકોને ઇજા થઈ છે. જ્યારે આ મામલે પોલીસે ચાર લોકોની અટકાયત કરી છે. જો કે, અથડામણને કારણે ગામમાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આણંદના ગોપાલપુર ગામમાં બેસવા બાબતે બે કોમના લોકો વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લેતા બંને જુથ વચ્ચે પથ્થરમારો થયો હતો. આ પથ્થરમારામાં બે લોકોને ઈજા થઈ છે. ઘટનાની જાણ થતા મોટી સંખ્યામાં પોલીસ કાફલો તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યો હતો.


આ પણ વાંચો:- કેનેડાનો પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સમાજ આવ્યો વતનની વ્હારે, તૈયાર કર્યો ઓક્સિજન પ્લાન્ટ


જો કે, જુથ અથડામણ બાદ પોલીસ દ્વારા 4 જેટલા ગ્રામજનોની અટકાય કરવામાં આવી છે અને ગામમાં વાસદ પોલીસ, એસઓજી અને એલસીબી પોલીસનો કાફલો ઘટના સ્થળે ખડકી દેવામાં આવ્યો છે. જો કે, સ્થળ પર પહોંચી પોલીસે મામલો શાંત પાડ્યો હતો. હાલ ગોપાલપુર ગામમાં સ્થિતી સમાન્ય થઈ ગઈ છે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube