બુરહાન પઠાણ/આણંદ: બોરસદ શહેરમાં પામોલ રોડ પર આવેલી ઈશ્વરકૃપા પ્રાથમિક શાળામાં ધો.5માં અભ્યાસ કરતી બાળકીને શિક્ષિકા દ્વારા નજીવી બાબતે બેફામ માર મારી બરડામાં મુક્કાઓનો વરસાદ વરસાવતા તેમજ વાળ પકડીને માર મારતા બાળકીને બરડામાં લાલ સોળ ઉપસી આવવાની ધટનાને લઈને આ અંગે વાલી દ્વારા શિક્ષિકા વિરૂદ્ધ ફરીયાદ નોંધાવવાની કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ફૈઝલ પટેલે ટ્વીટ કરીને આપ્યા એવા સંકેત કે રાજનીતિમાં ગરમાવો! શું અપક્ષ ચૂંટણી લડશે?


બોરસદ શહેરમાં પામોલ રોડ પર નારાયણ નગરમાં રહેતી વૈષ્ણવી નામની બાળા નજીકમાં આવેલી સરકારી શાળા ઈશ્વરકૃપા પ્રાથમિક શાળામાં ધો.5માં અભ્યાસ કરતી હતી.ગત મંગળવારે બાળકીને શાળામાં ફકરો વાંચન કરવા આપતા બાળકીની ફકરા વાંચનમાં ભુલ પડતા શિક્ષિકાએ બાળકીને વાળ પકડીને બરડામાં મુક્કાઓ માર્યા હતા તેમજ ચુંટલા ખણવામાં આવતા બાળકીને બરડામાં લાલચોળ સોળ ઉપસી આવ્યા હતા જો કે બાળકીને શિક્ષિકાની બીકને લઈને આ વાત ધરે વાલીને કહી ન હતી.


10 વર્ષ બાદ હોળી પર બનશે અત્યંત શુભ રાજયોગ, 3 રાશિવાળાને અપાર આકસ્મિક ધનલાભ થશે


ગઈકાલે શાળામાં જતી વખતે બાળકીએ પોતાને બરડામાં દુખાવો થતો હોઈ શાળામાં જવાની ના પાડતા બાળકીની માતાએ બાળકીનાં બરડામાં તપાસ કરતા બરડામાં લાલચોળ સોળ જોઈ બાળકીની માતા ચોંકી ઉઠી હતી અને તેઓએ બાળકીની વધુ પુછપરછ કરતા તેણીને શાળામાં શિક્ષિકા સંગીતાબેનએ મુક્કાઓ માર્યા હોવાનું તેમજ વાળ ખેંચી માર માર્યો હોવાનું જણાવતા બાળકીનાં વાલીઓ દ્વારા આ અંગે શાળાનાં આચાર્યને રજુઆત કર્યા બાદ બાળકીની જનરલ હોસ્પીટલમાં સારવાર કરાવ્યા બાદ બોરસદ ટાઉન પોલીસ મથકમાં શિક્ષિકા વિરૂદ્ધ ગુનો નોંધવા માટે લેખીત ફરીયાદ આપી હતી.


શ્રીલંકાના ખેલાડીનો થયો ભયંકર કાર અકસ્માત, ગંભીર સ્થિતિમાં હોસ્પિટલમાં દાખલ


લેખિત ફરીયાદ આપવાનાં 24 કલાક બાદ પણ પોલીસ દ્વારા શિક્ષિકા વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો ન હતો અને આજે 11 વાગે તેઓને ફરીથી અમદાવાદી દરવાજા પોલીસ ચોકી ખાતે બોલાવવામાં આવ્યા હતા,જયાં એક કલાકથી વધુ સમય સુધી તેઓને બેસાડી રાખી તેઓની રજુઆત પણ સાંભળવામાં આવી ન હતી. જયારે શાળાનાં શિક્ષિકા સંગીતાબેન દ્વારા બાળકીને સામાન્ય ધબ્બો માર્યો હોવાનું જણાવી કહ્યું હતું કે બાળકીનાં ભવિષ્યને લઈને તેઓ ફરજ બજાવતા હોય છે, તેઓને માર મારવાનો કોઈ હેતુ હોતો નથી.