બુરહાન પઠાણ/આણંદ :આણંદની આણંદ કૃષિ યુનિવર્સીટી (anand krishi university) ખાતે એગ્રો અને ફુડ પ્રોસેસિંગ પ્રિ-વાઈબ્રન્ટ સમિટ અંતર્ગત કૃષિ પ્રદર્શન આયોજિત કરાયુ છે. કૃષિ ક્ષેત્રે ડ્રોન ટેકનોલોજી (technology) નાં ઉપયોગ માટે રજુ કરાયેલા ડ્રોન આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. અનેક ખેડૂતો (farmers) એ આ ડ્રોન ટેકનોલોજીનાં ઉપયોગનું પ્રદર્શન નિહાળ્યું હતું. ત્યારે હવે એ દિવસો દુર નથી કે ખેડૂતો પણ પોતાની આગવી ડ્રોન (drone) ટેકનોલોજીનો પોતાનાં ખેતરમાં ઉપયોગ કરીને સફળ ખેતી કરશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સામાન્ય રીતે ખેડૂતો ખેતર (farming) ના ઉભા પાકમાં સ્પ્રેથી દવાઓનો છંટકાવ કરતા હોય છે, પરંતુ કેટલીક વાર ઝેરી દવા ચઢી જતા ખેડુતોની તબિયત લથડતા તેઓનાં મોત (farmers death) થવાનાં કિસ્સાઓ પણ બને છે. તેમજ દવાઓનાં છંટકાવમાં સમય અને શક્તિનો પણ વ્યય થતો હોય છે. તેમજ પાક પર છંટકાવ થતી દવાઓ પૈકી કેટલીક દવાઓનો બગાડ થતો હોય છે. જયારે ડ્રોનથી દવાઓનો છંટકાવ સરળ અને ઝડપી અને ચોક્કસ બને છે. જેનાં કારણે સમય અને શક્તિનો બચાવ થાય છે. જ્યારે ચોક્કસ પરિણામો પ્રાપ્ત થાય છે.


આ પણ વાંચો : ભક્તિમાં તો પ્રહલાદને પણ પાછળ પાડે તેવો શ્વાન, ભગવાનને મળવા રોજ ગિરનાર ચઢી જાય છે


ડ્રોન દ્વારા સ્પોટ બેક્ટેરિયલ ચેપનું મુલ્યાંકન વૃક્ષો પર કરવું આવશ્યક છે. જે ઈન્ફ્રારેડ પ્રકાશનો ઉપયોગ કરીને પાકને સ્કેનિંગ કરવામાં આવે છે. ડ્રોન સંચાલિત ઉપકરણો જાણી શકે છે કે પ્રકાશના વિવિધ પ્રકારોમાંથી કયા છોડ લીલા પ્રકાશ દર્શાવી પ્રકાશ પરાવર્તિત કરે છે. આ માહિતી મલ્ટીસ્પેક્ટ્રલ ઈમેજો ઉત્પન્ન કરી શકે છે. જે છોડમાં ફેરફારોને ટ્રેક કરે છે અને તેમના આરોગ્યને સૂચવે છે. વધુમાં જેમ જેમ બીમારી શોધવામાં આવે છે તેમ, ખેડૂતો ઉપચાર વધુ ચોક્કસપણે કરી શકે છે અને તેનું નિરીક્ષણ કરી શકે છે. 


આ બે શક્યતાઓ રોગોને દુર કરીને પ્લાન્ટની ક્ષમતામાં વધારો કરે છે. વધુમાં પાકની નિષ્ફળતાના કિસ્સામાં ખેડૂતો નુકશાની વીમા દવાઓ માટે વધુ અસરકારક રીતે ઉપયોગ કરી શકે છે. તેમજ હાઇપરસ્પેક્ટ્રલ, મલ્ટીસ્પેક્ટ્રલ અથવા થર્મલ સેન્સર્સ ધરાવતા ડ્રોન એ ઓળખી શકે છે કે ક્ષેત્રના કયા ભાગો સૂકા છે અથવા તેમાં સિચાઈની જરૂર છે. વધુમાં જેમ પાક વધતો જાય છે ત્યાર બાદ ડ્રોનની મદદથી વેજિટેશન ઈન્ડેક્સની ગણતરી કરી શકીએ છે. જે પાકના સંબધિત ઘનતા અને આરોગ્યનું વર્ણન કરે છે અને ગરમીનું પ્રમાણ બતાવે છે કે પાક કેટલી ઉર્જાનો જથ્થો અથવા ગરમીને ઉત્સર્જીત કરે છે.


આ પણ વાંચો : પતિ નોકરીએ જતા પત્ની પ્રેમી સાથે રંગરેલિયા મનાવતી, લાલઘુમ થયેલા પતિએ એવુ કર્યું કે શરમથી થઈ લાલચોળ 


હાલમાં તો વિવિધ કંપનીઓ દ્વારા ખેડુતોને રેન્ટ પર ડ્રોનની સર્વિસ આપવામાં આવે છે, અને માત્ર 20 મિનિટમાં એક એકર જમીન પર ડ્રોનથી દવાઓનો છંટકાવ કરી શકાય છે. ડ્રોન સાથે 11 લીટર પાણીની ટાંકી હોય છે, જેમાં પાણી સાથે દવા ભેળવીને પાક પર છંટકાવ કરી શકાય છે. પરંતુ હવે એ દિવસો દુર નથી કે સામાન્યમાં સામાન્ય ખેડુત પણ પોતાનાં ખેતરમાં ડ્રોનનાં ઉપયોગ થકી પાક પર દવાઓનો છંટકાવ કરી સફળ ખેતી કરી શકશે. હાલમાં નાના ખેડુતો જે રીતે ખેતર ખેડાવા માટે ભાડેથી ટ્રેકટર લાવે છે, તે રીતે ખેડુતો દવાઓનાં છંટકાવ માટે ડ્રોન ભાડેથી મેળવીને તેનો ઉપયોગ કરી શકશે. પ્રદર્શનનું ઉદધાટન કરતા રાજયપાલ આચાર્ય દેવવ્રતે પણ ડ્રોન કેમેરાથી દવા છંટકાવનું નિદર્શન નિહાળ્યું હતું.