આણંદ : જિલ્લાનાં ખંભાત ગ્રામ્ય પોલીસે બામણવા ચોકડી પાસેથી વાહન ચેકીંગ દરમિયાન નંબર પ્લેટ વગરની બાઈક લઈને જતા ત્રણ શખ્સોને શંકાનાં આધારે રોકી પુછપરછ કરતા ત્રણેય શખ્સો આંતર જિલ્લા બાઈક ચોર હોવાનું ખુલતા પોલીસે તેઓની અટકાયત કરી તેઓની વધુ પુછપરછ હાથ ધરી હતી.જેમાં બાઈક ચોરીનાં નવ જેટલા ગુનાઓનો ભેદ ખુલ્યો હતો. પોલીસે તેઓની પાસેથી ચોરીની નવ મોટર સાયકલો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

AHMEDABAD: યુવતી પિતા સાથે ઝગડીને એન્જોય કરવા રાજસ્થાન જતી રહી, 14 દિવસ પછી એવું થયું કે...


ખંભાત ગ્રામ્ય પોલીસ મણવા ચોકડી પાસે વાહન ચેકીંગ કરી રહ્યા હતા, ત્યારે ફિણાવ ગામ તરફથી નંબર પ્લેટ વગરનું મોટર સાયકલ લઈને ત્રણ શખ્સો આવતા પોલીસે તેઓને રોકી મોટર સાયકલનાં દસ્તાવેજો અંગે પુછપરછ કરી હતી. જો કે તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી નહી શકતા પોલીસે પોકેટ કોપ મોબાઈલમાં સર્ચ કરી તપાસ કરતા બાઈકનાં માલિક કાવિઠા ગામનાં વિરેન્દ્ર પરમાર હોવાનું ખુલ્યું હતું. જેથી પોલીસે ત્રણેય શખ્સોની અટકાયત કરી ઝીણવટભરી પુછપરછ કરતા તેઓએ આ મોટર સાયકલ બોરસદમાં જોલી કપડાની દુકાન પાસેથી ચોરી કરી હોવાની કબુલાત કરી હતી.


EXCLUSIVE: ગુજરાત પોલીસમાં ગ્રેડ પે અંગે સૌથી મોટા સમાચાર, બ્રિજેશ ઝાએ કરી પત્રકાર પરિષદ


ખંભાત ગ્રામ્ય પોલીસે ચોરીની મોટર સાયકલ સાથે ઝડપાયેલા સીકંદર ઉર્ફે સીકો ગેમલભાઇ ચૌહાણ, સબ્બીર સદરુભાઇ ભઠ્ઠી અને ઇમરાન ઇસુફભાઇની વધુ પુછપરછ કરતા તેઓએ પોતાનાં સાગરીત ઉસ્માન ઉર્ફે અમન ઈમામભાઈ ભટ્ટી સાથે મળીને જુદા જુદા સ્થળોએથી બાઈકોની ચોરી કરી હોવાની કબુલાત કરી હતી. પોલીસે  સીંકદર ઉર્ફે સીકો ગેમલભાઇ ચૌહાણના ઘરની બાજુમાં ઘાસચારાની આડમાં સંતાડેલી ચાર બાઇક અને સબ્બીર સદરુભાઇ ભટ્ટીનાં ઘરની બાજુમાં આવેલ ઝાડી ઝાખરા માંથી ચાર બાઇક મળી રૂપિયા ત્રણ લાખની કિંમતની ચોરીની નવ મોટરસાયકલો કબ્જે કરી હતી. 


કોરોના કાળમાં ખાનગી ડોક્ટર્સે ખાતર પાડ્યું છે? જનતા પાસેથી 1800 કરોડ ખંખેરી લીધા: યોગેશ પટેલ


બાઈક ચોર ટોળકીએ બોરસદ શહેરમાંથી ત્રણ મોટર સાયકલો, વડોદરાનાં ભાદરવા પોલીસ મથકની હદમાંથી ચાર મોટરસાયકલો, કણજરી ગામ પાસે અમુલદાણની ફેકટરી પાસેથી બે માસ પૂર્વે એક મોટરસાયકલ તેમજ આંકલાવ પોલીસ મથકની હદમાંથી એક મોટર સાયકલ મળી કુલ નવ મોટર સાયકલોની ચોરીઓ કરી હોવાની કબુલાત કરતા વડોદરા ગ્રામ્ય, ખેડા અને આણંદ જિલ્લામાં થયેલી નવ બાઈક ચોરીનાં ગુનાઓનો ભેદ ખુલ્યો હતો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube