આણંદ: ઉપરવાસમાં વરસાદથી મહિનદી છલોછલ, લોકો દર્શન કરવા પહોંચ્યા
સમગ્ર ગુજરાતમાં મેધરાજની મહેર છેલ્લા ઘણા વર્ષો પછી જોવા મળી છે. ત્યારે આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિનદી આ વિસ્તારના લોકો માટે માતા સમાન છે. ત્યારે વહેરાખાડીથી પસાર થતી અને દરિયા સાથે લગ્ન કર્યા તે જગ્યાએ આજે મહિસાગર બે કાંઠે વહેતી હોય તો આસપાસના લોકો તેના દર્શન કરવા માટે પરિવાર સાથે આવી રહ્યા છે.
લાલજી પાનસુરીયા/આણંદ: સમગ્ર ગુજરાતમાં મેધરાજની મહેર છેલ્લા ઘણા વર્ષો પછી જોવા મળી છે. ત્યારે આણંદ જીલ્લામાંથી પસાર થતી મહિનદી આ વિસ્તારના લોકો માટે માતા સમાન છે. ત્યારે વહેરાખાડીથી પસાર થતી અને દરિયા સાથે લગ્ન કર્યા તે જગ્યાએ આજે મહિસાગર બે કાંઠે વહેતી હોય તો આસપાસના લોકો તેના દર્શન કરવા માટે પરિવાર સાથે આવી રહ્યા છે.
કડાણા ડેમમાંથી સાતથી આઠ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે. જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં જીલ્લાના ઘણા ગામો આવે છે તેમા નિચાણવાળા વિસ્તારમાં પાણી પણ ભરાયા છે. તેમ છતા લોકો તકલીફ સાથે આનંદની એક પણ ક્ષણ જવા દેતા નથી. એમા પણ આસ્થાનું નામ આવતા જ લોકો જીવના જોખમે પણ મહિ માતા ના દર્શન કરવા જઇ રહ્યા છે.
કડાણા ડેમમાંથી પાણી છોડતા ‘મહિસાગર બે કાંઠે’, 60નું સ્થળાંતર, 6 ગામ એલર્ટ
વહેખાડી માતાજીના મંદિર સામેથી પસાર થતી મહિસાગર નદીમાં આજે દશ વર્ષ પછી આટલા પાણી આવતા જ્યાં મહિસાગર નદી અને સાગરના લગ્ન થયા હતા. તે ચોરી ત્રીસ ફુટ જેટલા પાણીમાં ડુબી ગઇ છે. આ નજારો લોકો જોવા માટે ખાસ આવે છે.
જુઓ Live TV:-