બુરહાન પઠાણ, આણંદઃ આણંદ જિલ્લાનાં ઉમરેઠ તાલુકાનાં શીલી ગામની શ્રી સિદ્ધનાથ વિદ્યાલયમાં શાળાનાં આચાર્યનાં વિરોધમાં વાલીઓ દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો. વાલીઓ અને વિદ્યાર્થીઓએ પ્લેકાર્ડ પ્રદર્શિત કરી શાળાને તાળાબંધી કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાલીઓ દ્વારા આણંદની જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી ખાતે આવેદનપત્ર આપી જયાં સુધી આચાર્યને શાળામાંથી સસ્પેન્ડ કરવામાં નહીં આવે ત્યા સુધી બાળકોને શાળામાં નહીં મોકવાની ચિમકી આપી હતી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શીલી ગામની શ્રી સિદ્ધનાથ વિદ્યાલયમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા ચાલી રહી છે. શાળાનાં આચાર્ય વિનુભાઈ ઠાકોરની વિરૂદ્ધમાં આજે વાલીઓ દ્વારા શાળામાં હોબાળો કર્યો હતો. આચાર્ય વિનુભાઈ ઠાકોર રાજકીય પક્ષ સાથે સક્રીય રીતે જોડાયેલા હોઈ શાળામાં અનિયમિત આવે છે. તેમજ તેઓનાં પ્રેમપ્રકરણ અને ચારિત્ર્ય પર વાલીઓએ આક્ષેપો કરી શાળાનાં તાળાબંધી કરી હતી. તેમજ વિદ્યાર્થીઓ દ્વારા શાળાની બહાર આચાર્ય શાળા છોડી જાવ તેવા પ્લેકાર્ડ પ્રદર્શિત કરી વિરોધ પ્રદર્શન કર્યું હતું. વાલીઓ દ્વારા આચાર્યનાં ચારિત્ર્ય પર આક્ષેપો કરતા કહ્યું હતું કે આચાર્યનાં ચારિત્ર્યને લઈને શાળામાં અભ્યાસ કરતા બાળકો પર નકારાત્મક અસર પડી રહી છે. તેમજ શાળા સમય દરમિયાન તેઓ મોબાઈલ અને શોસ્યલ મિડીયામાં સતત વ્યસત રહે છે. તેમજ તેઓએ છેલ્લા પાંચ વર્ષ દરમિયાન શાળાનાં વર્ગખંડમાં એક પણ તાસ લીધો નથી.


આ પણ વાંચોઃ નવા વર્ષની ઉજવણીમાં દારૂ કે ડ્રગ્સનો નશો કર્યો તો ખેર નહીં, 14,000 પોલીસકર્મી તૈનાત


શાળામાં ફરજ બજાવતી એક મહિલા શાળામાંથી છુટયા બાદ સમયસર ઘરે નહિ પહોંચતા તેનાં પતિએ તપાસ કરતા મહિલાને આચાર્ય દ્વારા 30 દિવસમાં 130 વાર કોલ કરેલા છે. તેમજ તેઓ વચ્ચે શંકાસ્પદ સંબધો હોવાનો તેમજ મહિલાને દબાણ કરતા હોવાનો આક્ષેપ મહિલાનાં પતિ દ્વારા કરવામાં આવ્યો છે. જેનાં કારણે વાલીઓએ હોબાળો મચાવી આચાર્યને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે, અને શાળાને તાળાબંધી કરી જયાં સુધી આચાર્યની સામે કાર્યવાહી નહી કરવામાં આવે ત્યાં સુધી  તેઓ પોતાનાં બાળકોને શાળામાં મોકલશે નહી તેવી ચિમકી ઉચ્ચારી છે. તેમજ આંદોલન કરવામાં આવશે તેમ જણાવ્યું છે,.


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube