આણંદ: પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ખંભાતના ખારો પાટ કુમાર ફળીયામાં રહેતા એક વ્યક્તિના ઘરે બાતમીના આધારે પાડવામાં આવેલા દરોડામાં 3.25 કરોડ રૂપિયાની રોકડ મળી આવતા ચકચાર મચી જવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આવી રમક શોધવાનું કાર્ય સામાન્ય રીતે આવકવેરા વિભાગનું હોય છે. જો કે એસઓજીની ટીમે આ રોકડ જપ્ત કરી છે. આણંદ એસઓજીએ વ્યક્તિને રકમ અંગે પુછપરછ કરતા સંતોષકારક જવાબ મળ્યો નહોતો. જેના કારણે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રેમને પામવા માટે યુવકે પોતાની પ્રેમિકાના જરે ધમાચકડી મચાવી પછી કરી આત્મહત્યા


પ્રાપ્ત માહિતી અનુસાર ખંભાત શહેરમાં આવેલા ખારોપાટ કુમાર ફળિયામાં રહેતા રાજેશ પટેલના ઘરમાં મોટી માત્રામાં ચલણની નોટો હોવાની બાતમી આણંદ પોલીસનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને મળ્યો હતો. જેના આધારે તપાસ કરી પોલીસના એસઓજી ગ્રુપનાં અધિકારીઓ જવાનોએ પંચોની હાજરીમાં ખંભાતના કુમાર ફળીયામાં રાજેશ નગીનભાઇ પટેલના ઘરે દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન રૂમમાં રહેલી તિજોરીમાંથી મોટા પ્રમાણમાં ચલણી નોટો બંડલો મળી આવ્યા હતા. 


AHMEDABAD: યુવકે ગુપ્તાંગ પર હાથ રાખી પોલીસ જવાનની પત્નીની કરી છેડતી અને પછી...


અત્રે ઉલ્લેખનીય છે કે, એસઓજીની કાર્યવાહી દરમિયાન રાજેશ પટેલ ઘરે હાજર નહોતો. જો કે તે અંડરગ્રાઉન્ડ હોવાની વાત બહાર આવી હતી. આ અંગે રમક પરિવારજનોને પુછપરછ કરતા કોઇ આ રોકડ રકમ અંગેનો પુરતો હિસાબી પુરાવો કે દસ્તાવેજ દેખાડી શક્યા નહોતા. જેના કારણે તમામ રકમ એસઓજીએ જપ્ત કરી લીધી છે. 2000 ના દરની 50 બંડલ જ્યારે 500ના દરની ચલણી નોટોના 450 બંડલ મળી આવ્યા છે. જેની ગણતરી કરતા 3.25 કરોડની રોકડ રકમ મળી આવી છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube