બુરહાન પઠાણ/આણંદ: આણંદ નજીક આવેલા બે઼ડવા ગામનાં એક્ષપ્રેસ વેનાં ઓવરબ્રીજ નજીક વન્ડરલેન્ડ મેરેજ પાર્કનાં ગેટ પાસે 55 વર્ષનાં આસરાનાં પ્રોઢ પર તિક્ષ્ણ હથિયારનાં ધા ઝીંકી કરપીણ હત્યા કરવાની ધટનાને લઈને ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે આણંદ ગ્રામ્ય પોલીસે અજાણ્યા હત્યારા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતનો સૌથી મોટો નર્મદા ડેમ હાઈએલર્ટ પર, ગમે ત્યારે દરવાજા ખોલાશે, ગામોને એલર્ટ


બેડવા ગામનાં સ્વામિનારાયણ મંદીર નજીક રહેતા 55 વર્ષિય અરવિંદભાઈ પટેલની આજે સવારે સાત વાગ્યાનાં સુમારે બેડવા ગામ નજીક વન્ડરલેન્ડ મેરેજ પાર્કનાં ગેટ પાસેથી લોહીલુહાણ હાલતમાં મળી આવતા ગ્રામજનોનાં ટોળેટોળા ધટના સ્થળે ઉમટી પડયા હતા અને મૃતક અરવિદંભાઈનાં પરિવારજનો પણ ધટના સ્થળે દોડી આવ્યા હતા અને પોલીસને જાણ કરી હતી. ધટનાની જાણ થતા આણંદ ગ્રામ્ય પોલીસ ધટના સ્થળે દોડી ગઈ હતી અને મૃતક અરવિંદભાઈનાં મૃતદેહને પોષ્ટમોર્ટમ માટે આણંદની જનરલ હોસ્પીટલમાં ખસેડયો હતો.


અંબાલાલ પટેલે અત્યારથી જ નવરાત્રિના વરસાદની કરી ભવિષ્યવાણી, આપ્યા ખરાબ સમાચાર


આણંદ ગ્રામ્ય પોલીસ મથકનાં અધિકારીઓ તેમજ ડીવાયએસપી ધટના સ્થળે દોડી ગયા હતા અને મૃતકનાં ધરથી ધટના સ્થળને જોડતા માર્ગનાં સીસીટીવી કેમેરાનાં ફુટેજની ચકાસણી કરતા સવારે ચાર વાગ્યાનાં સુમારે એક શખ્સ પોતાની મોપેડની પાછળ અરવિંદભાઈને બેસાડીને જતો દેખાય છે, તેમજ ત્યારબાદ મોપેડ ચાલક એકલો પાછો જતા દેખાય છે,જેથી પોલીસે આ ફુટેજનાં આધારે અરવિંદભાઈને મોપેડ પર બેસાડીને જતા શખ્સની તપાસ હાથ ધરી છે. 


અદાણીના નાકમાં દમ લાવી દેનારા હિંડનબર્ગની ફરી ચેતવણી, ભારતમાં કઈંક મોટું થવાનું છે


જો કે પોલીસે જણાવ્યું હતું કે હત્યારાએ અરવિંદભાઈને કાનનાં ભાગે તેમજ ખભાનાં ભાગે તિક્ષ્ણ હથીયારનાં ધા ઝીંકી હત્યા કરી છે, જેથી પોલીસે એફએસએલની પણ મદદ લઈ આ અંગે અજાણ્યા હત્યારા વિરૂદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.