બુરહાન પઠાણ/આણંદ: આણંદનાં બાકરોલ રામપુરા નગર પ્રાથમિક શાળા નં. 32માં જર્જરિત ઓરડાઓ તોડી પાડી શાળાનું નવ નિર્માણ શરૂ કરવામાં આવતા તેમજ શાળાના વિદ્યાર્થીઓ માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા છેલ્લા એક સપ્તાહથી માસૂમ ભૂલકાઓ ધોમધખતી ગરમીમાં ખુલ્લામાં ઓટલા પર અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

બાળકો પર મંડરાઈ રહ્યો છે મોતનો ખતરો! આ કારણસર દર કલાકે થઈ રહ્યાં છે 80 બાળકોના મોત!


આણંદ નગર પાલિકાની શિક્ષણ સમિતિ દ્વારા સંચાલિત રામપુરા પ્રાથમિક શાળા નં. 32માં બાળવાડીથી ધો. 8 સુધીના વર્ગોમાં 185થી વધુ બાળકો અભ્યાસ કરે છે. શાળાના ઓરડાઓ જર્જરિત થઈ જતા થોડા દિવસો પૂર્વે જર્જરિત ઓરડા તોડી નવા ઓરડાનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. 


સુરત બન્યું ગુજરાતનું ક્રાઇમ કેપિટલ! પતિ-પત્નીની ડબલ મર્ડરની ઘટનાથી ખળભળાટ


શાળાના ઓરડાઓ તોડી નાખવામાં આવતા વિદ્યાર્થીઓ માટે અધિકારીઓ દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવતા શાળાના બાળવાડીથી ધો.8નાં 185થી વધુ બાળકો ખુલ્લામાં ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે. એક તરફ ભણશે ગુજરાતનાં સૂત્રો આપવામાં આવે છે. બીજી તરફ માસૂમ બાળકો ધોમધખતી ગરમીમાં ખુલ્લામાં ઓટલા પર બેસી અભ્યાસ કરવા મજબુર બન્યા છે. 


મારી નાખ્યા! સોનામાં મોટો ઉછાળો, ચાંદી પણ બેકાબૂ થઈ, લેવાનું વિચારતા હોવ તો જાણો રેટ


શું આ રીતે ભણશે ગુજરાત?
વાલીઓએ આક્રોશ વ્યક્ત કરતા કહ્યું કે ધોમધખતી ગરમીમાં બાળકો ખુલ્લા આકાશ નીચે બેસી અભ્યાસ કરી રહ્યા છે. ખુલ્લામાં ગરમ ગરમ લુ ફૂંકાય છે. ત્યારે બાળકો બીમાર પડે તો જવાબદારી કોની તેવો સવાલ કર્યો હતો. 


વર્ષ 2025 પહેલા કરોડપતિ થઈ જશે આ રાશિવાળા લોકો! શનિદેવ કરાવશે ખોબલે ખોબલે ધનલાભ


નગર પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા બાળકો માટે નગર પ્રાથમિક શાળા નં 33 માં. બાળકોને શિફ્ટ કરવા માટે આદેશ આપ્યો હોવાનું જણાવ્યું હતું. રામપુરામાં પ્રાથમિક શાળા પાસે વાલીઓ દ્વારા સૂત્રોચ્ચાર કરી બાળકોને ખુલ્લામાં બેસાડવામાં આવતા હોવાનો વિરોધ કર્યો હતો અને જો તાકીદે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં નહીં આવે તો તેઓ બાળકોને શાળામાં મોકલવાનું બંધ કરી દેશે તેવી ચીમકી ઉચ્ચારી હતી.