બુરહાન પઠાણ/આણંદ: જિલ્લામાં  ઘરફોડ ચોરીઓ કરી તરખાટ મચાવનાર ઘરફોડ ચોર ટોળકીને આણંદની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા આણંદ અને વડોદરા જિલ્લામાં થયેલી 15 જેટલી ઘરફોડ ચોરીઓનો ભેદ ખુલ્યો હતો. આણંદ શહેર સહિત જિલ્લાનાં વિવિધ ગામોમાં ધરફોડ ચોરીનાં બનાવોમાં વધારો થયો હતો. તેમજ લાંભવેલ ગામમાં વહેલી સવારે ચાર વાગ્યે માત્ર 45 મિનિટમાં બંધ મકાનનો નકુચો તોડી 16.75 લાખની ચોરીની ધટનાને લઈને પોલીસ અધિક્ષક પ્રવિણકુમાર દ્વારા એલસીબી સહીત તમામ પોલીસને ધરફોડ ચોરીઓ કરતી ટોળકીને ઝડપી પાડવા માટે ધનિષ્ઠ કામગીરી કરવા સુચના આપતા એલસીબી પોલીસે તપાસ હાથ ધરી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘરફોડ ચોરીઓના ગુનાઓની કબુલાત કરી
દરમિયાન એલસીબી પોલીસને બાતમી મળી હતી કે વડોદરાનાં વારસીયાનોનો કુખ્યાત પ્રકાશ વિજયભાઈ રાજપુત પોતાનાં સાગરીતો સાથે વધાસી ગામનાં ઓવરબ્રીજ નીચે ઉભો છે, જેથી પોલીસે છાપો મારી પ્રકાસ વિજય રાજપુત અને તેનાં સાગરીતોને ઝડપી પાડી તેઓની તલાસી લેતા તેઓની પાસેથી 5.93 લાખની રોકડ રકમ  મોબાઇલ નંગ-4 તથા રીક્ષામાં સંતાડેલ મોટુ ડીસમીસ, પાનુ ચોરી કરવાના સાધન, રીક્ષા તેમજ એકસેસ મોટર સાયકલ મળી કુલ રૂ.9,13,200/- નો મુદ્દામાલ સાથે મળી આવ્યો હતો. જે મુદ્દામાલ પોલીસે તે જપ્ત કરી તેઓની પુછપરછ કરતા આ મુદ્દામાલ બાબતે કોઇ સંતોષકારક જવાબ આપ્યો ન હતો અને ગલ્લાંતલ્લાં  કરવા લાગ્યાં હતાં. જેથી તમામ પકડેલ આરોપીઓને સી.આર.પી.સી. 41(1)ડી મુજબ અટક કરી અલગ અલગ રાખી આકરી રીતે  પુછપરછ કરતા ઘરફોડ ચોરીઓના ગુનાઓની કબુલાત કરી હતી. 


આરોપીઓને આ રીતે દબોચ્યા!
 પોલીસે પ્રકાશ વિજયભાઇ બાબુભાઇ  રાજપુત રહે.વારસીયા, વિમા હોસ્પીટલ પાસે, કાળી તલાવડી નજીક, પોપ્યુલર બેકરીની ગલીમાં જી.વડોદરા, પ્રકાશભાઇ સુરેશભાઇ ઉર્ફે કિરીટભાઇ મંગળભાઇ  ગોહેલ રહે.મોગરી રોડ, જુના રસ્તા, શીવનગર સોસાયટી તાઆણંદ,સચિન સન/ઓ શીવાસીંગ પ્રેમસીંગ ટાંક (સરદાર) રહેવાસી- વડોદરા, વિમાના દવાખાનાની પાછળ,ખારી, તલાવડી વારસીયા, જી-વડોદરા અને  રવિન્દ્ર ઉર્ફે માનવ જયંતિભાઇ કેશાજી જાતે સરગરા (મારવાડી)  મુળ રહે.ફતેપુરા, કુંભારવાડા, ખાલી તલાવડી તા.જી.વડોદરા હાલ રહે. ગ્યાનાનંદ ફલેટ, મ.નં.૧૦૧, ખોડીયારનગર, મહાકાળી ઉડાના મકાનની આગળ જી.વડોદરાની અટકાયત કરી વધુ તપાસ માટે આણંદ ગ્રામ્ય પોલીસને હવાલે કર્યા હતા


આરોપીઓએ ક્યાં ક્યાં કરી હતી ચોરી?
પોલીસે પુછપરછ કરતા આ ટોળકીએ આણંદ જિલ્લામાં 14 અને વડોદરામાં એક મળીને 15 ચોરીઓ કરી હોવાની કબુલાત કરી હતી. જેમાં આણંદ શહેરમાં અમીન ઓટો પાસે આવેલ ચૈતન્ય ટાઉન શીપ સોસાયટીમાં બંધ મકાનમાંથી, ગત તા.૨૨/૧૧/૨૩ ની રાત્રીના લાંભવેલ રોડ ઉપર આવેલ સોમનાથ મહાદેવ મંદીર પાસે આવેલ શિવનગર સોસાયટીમાં વહેલી સવારના બંધ મકાનનો નકુચો તોડી ઘરફોડ ચોરી, દોઢેક મહીના ઉપર લાંભવેલ રોડ જોગણી માતા મંદિર નજીક આવેલ તક્ષશિલા ડુપ્લેક્ષ સોસાયટીમાંથી બે બંધ મકાનમાંથી ઘરફોડ ચોરી, દોઢ બે મહીના ઉપર સંદેસર ગામે મકાનમાં ઘરફોડ ચોરી કરવાની કોશિષ કરતા મકાન માલીક જાગી જતા ચોરી કરવાની કોશિષ કરેલ, બે અઢી મહીના ઉપર અડાસ-વાસદ રોડ ઉપર એકટીવાની ડેકી તોડી રૂપિયા ૩૫,૦૦૦/- ની ચોરી કરેલ, ત્રણેક મહીના ઉપર વાસદ થી બોરસદ વાળા રોડ ઉપર સુદણ ગામે મધુવન પાર્ક સોસાયટીમાં આવેલ એક બંધ મકાનનુ તાળુ તોડી ઘરફોડ ચોરી કરેલ, ચાર-પાંચ મહીના ઉપર ગાના ગામે નાપા રોડ આવેલ માતૃસ્નેહ સોસાટીમાં એક મકાન તોડી સોના ચાંદીના દાગીના તેમજ રોકડા રૂપિયા અને એલ.ઇ.ડી ટી.વીની ચોરી કરેલાની કબુલાત કરેલ,  છ એક મહીના ઉપર મોગર ગામે હાઇવે રોડ નજીક આવેલ એક મકાનનુ તાળુ તોડી રોકડ રૂપિયાની ચોરી કરેલ, છ એક મહીના ઉપર ગાનાથી વિધ્યાનગર જી.આઇ.ડી.સી. વાળા રસ્તે મહાકાળી માતાના મંદિર પાછળ આવેલ સ્તુતિપાર્ક સોસાયટીમાંથી એક મકાનનુ તાળુ તોડી રોકડ રૂપિયાની ચોરી કરેલ, છ એક મહીના ઉપર દેદરડાથી કાવિઠા વાળા રોડ ઉપર કાવિઠા ગામે એક મકાનનુ તાળુ તોડી રોકડ રૂપિયાની ચોરી કરેલ, ત્રણેક મહીના ઉપર વઘાસી ગામે તળાવની પાછળના ભાગે આવેલ સોસાયટીમાં એક મકાનનુ તાળુ તોડી રોકડ રૂપિયાની ચોરી કરેલ, બે મહીના ઉપર અમીન ઓટો સામે આવેલ ચૈતન્ય ટાઉનશીપ પાસે આવેલ નગરપાલીકા હોલ પાછળ સોસાયટીમાં એક મકાનનુ તાળુ તોડી ચોરી કરેલ તેમજ બારેક દિવસ અગાઉ આણંદ પાલિકાનગર વિસ્તારમાં એક સોસાયટીમાં રોડ ઉપરના મકાનનું તાળુ તોડી રોકડ રૂપિયાની ચોરી કરી હોવાની કબુલાત કરી છે. 


પુછપરછમાં આરોપીઓ ભાંગી પડ્યા અને ખૂલ્યો ભેદ
આ ટોળકી પોતાની સાથે જતીનની મહિલા મિત્ર સેજલ બૈત રહે. નાલા સોપારા મુંબઈ અને વડોદરાની ભાવિકાબેન રવિન્દ્ર ઉર્ફે માનવ જયંતીભાઈ સરગરાને રિક્ષામાં બેસાડી ચોરી કરવા લઈ જતા હતા જેથી રાત્રીનાં સુમારે પોલીસ ચેકીંગ દરમિયાન મહિલાઓ હોવાનાં કારણે પોલીસ કોઈ શંકા કરે નહી, જેથી પોલીસે ભાવિકાબેન વા/ઓ રવિન્દ્ર ઉર્ફે માનવ જયંતિભાઇ કેશાજી સરગરા (મારવાડી) રહે. ગ્યાનાનંદ ફલેટ, મ.નં.૧૦૧, ખોડીયારનગર, મહાકાળી ઉડાના મકાનની આગળ .જી.વડોદરા, જતિન શર્મા રહે. જી.૨૬, રાજીવનગર, આદર્શ સોસાયટી પાસે, વારસીયા વડોદરા અને સેજલ બૈત રહે. નાલા સોપારા, મુંબઇ (જતિનની મિત્ર) ચોરીમાં તેમનાં સાગરીત હોવાની કબુલાત કરતા ત્રણે આરોપીઓને ઝડપી પાડવાનાં ચક્રો ગતિમાન કર્યા છે


આરોપી પત્નીને હોટલમાં બેસાડી ચોરી કરવા જતો
આ ટોળકીનો એક આરોપી પ્રકાશ ગોહેલ સ્થાનીક આણંદનો રહેવાસી છે. જે દિવસ દરમ્યાન અલગ અલગ સોસાયટી વિસ્તારોમાં ફરી જે મકાન આગળ તાળુ મારેલ હોય તેવા બંધ મકાનોની તપાસ કરી પકડાયેલા આરોપીઓને વડોદરાથી ચોરી કરવા માટે બોલાવી પોતે રીક્ષા ડ્રાઇવર હોય જોયેલ જગ્યાઓ વાળા બંધ મકાનોએ લઇ જતા પ્રકાશ રાજપુત અને સચિન સરદાર બંન્ને તાળા તોડી ચોરીઓ કરતાં હતાં. તેમજ આ પકડેલ આરોપીઓ ચોરી કરી વડોદરા પરત જતી વખતે કોઇને શક વહેમ ના પડે તે માટે પકડેલ આરોપી રવિન્દ્ર ઉર્ફે માનવ તેની પત્ની ભાવિકાબેનને અને સહ આરોપી જતિન તેની મિત્ર સેજલને રીક્ષામાં બેસાડી લાવી ચોરી કરવા જતાં પહેલાં નક્કી કરેલ હોટલે બેસાડી રાખી પોતે ચોરી કરવા જતાં હતાં.  


આરોપીઓ 15 ચોરી તેમજ અન્ય ગુનાઓમાં સામેલ
પકડાયેલ આરોપીઓ પૈકી પ્રકાશ રાજપુત અગાઉ વડોદરા શહેર તથા આણંદ શહેરમાં નીચે મજુબના ચોરી, ઘરફોડ ચોરીઓના તથા અન્ય ગુનાઓમાં પકડાયેલ છે. તેમજ ત્રણ વાર પાસા હેઠળ પણ અટકાયત કરવામાં આવેલ છે.વારસીયા પોલીસ મથકે આઠ, રાવપુરા,આણંદ, જે.પી. રોડ, પાણીગેટ,નવાપુરા, કારેલીબાગ તથા સમા પોલીસ મથકોએ એક એક મળી કુલે 15 ચોરી તેમજ અન્ય ગુનાઓ નોંધાયેલા છે. આ ઉપરાંત  પકડાયેલ આરોપીઓ પૈકી પ્રકાશ ગોહેલ અગાઉ આણંદ ટાઉન  પોલીસ મથકે લુંટનાં ગુનામાં ઝડપાયેલો છે.