બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાનાં તારાપુરની નાની ચોકડી નજીક ખાટલા વેચવાનો વેપાર કરતા વૃદ્ધ વેપારીની હત્યાનો ભેદ આણંદની એસઓજી પોલીસે ગણતરીનાં દિવસોમાં ઉકેલી નાખી હત્યારા આરોપીની ધરપકડ કરી પુછપરછ કરતા વૃદ્ધ સાથે સમલૈંગિક સંબધો ધરાવતા યુવકે સોનાની ચેઈનની લુંટનાં ઈરાદે હત્યા કરી હોવાનો પર્દાફાશ થયો હતો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાત માટે પાટીલ કેમ અગત્યના? જાણો ભાજપ હાઈકમાન્ડને કેમ છે પાટીલ પર સૌથી વધુ ભરોસો


તારાપુરની નાની ચોકડી નજીક સિવિલ કોર્ટ નજીક દુકાનમાં ખાટલા વેચવાનો ધંધો કરતા 74 વર્ષીય વૃદ્ધ વેપારી પિતાંબરદાસ નાઝુમલ મહેશ્વરીનું દુકાનની પાછળ મકાન આવેલું છે. ગત તા.26મી જુન 2023નાં રોજ પિતાબંરદાસ મહેશ્વરીની તેમનાં મકાનનાં ઉપરનાં માળે આવેલા રૂમમાંથી તેઓનું ગળુ કાપી હત્યા કરાયેલો લોહીથી લથપથ મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તારાપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. 


ગુજરાતમાં પાટીલ નહિ બદલાય... ઝી 24 કલાકે સૌથી પહેલા આપ્યા હતા આ સમાચાર


ખંભાત ડીવીઝનનાં એએસપી અભિષેક ગુપ્તા એસઓજી અને એલસીબીની જુદી જુદી ટીમો દ્વારા હત્યાનાં ગુનાની તપાસ કરવામાં આવતા પોલીસને માહિતી મળી હતી કે મૃતક વૃદ્ધ પિતાબંરદાસ સાથે સમલૈંગિક સંબધો ધરાવતા શખ્સનો હાથ આ હત્યા પાછળ છે, જેથી પોલીસે સીસીટીવી કેમેરાનાં ફુટેજમાં એક અજાણ્યો યુવક શંકાસ્પદ ગણાતા પોલીસે તપાસ હાથ ધરી મળેલી બાતમીનાં આધારે ઉત્તરપ્રદેશ પોલીસની મદદથી એસઓજીની ટીમે ઉત્તરપ્રદેશનાં દેવરીયા જિલ્લાનાં ફતેપુર લેહદા ખાતેથી ગોવિંદ ઓમપ્રકાસ યાદવને ઝડપી લઈ તેને આણંદ એસઓજી કચેરીમાં લાવી પુછપરછ હાથ ધરી હતી.


ગુજરાતમાં પાનની દુકાન છે કે નશાનાં અડ્ડો?આયુર્વેદીક સીરપના નામે વેચાય છે નશાનો સામાન


એસઓજી પોલીસે પુછપરછ કરતા આરોપી ગોવિંદ યાદવ છેલ્લા થોડાક સમયથી મૃતક પિતાંબરદાસ સાથે સમલૈંગિક સંબધો ધરાવતો હતો. તેમજ પિતાબંરદાસ ગળામાં સોનાની ચેઈન પહેરતો હતો અને ગોવિંદ યાદવને પૈસાની જરૂર હોઈ તેણે પિતાંબરદાસનાં ધરમાં જઈ તેની સાથે સમલૈગિંક સબંધો બાંધ્યા બાદ પિતાંબરદાસનું ગળુ છરા વડે કાપી નાખી હત્યા કરી ગળામાંથી સોનાની ચેઈનની લુંટ ચલાવી ભાગી છુટયો હતો. 


DA સાથે HRAમાં પણ થશે વધારો, સરકારી કર્મચારીઓને મળશે બે ખુશખબર


હત્યા કર્યા બાદ આરોપી બે દિવસ તારાપુરમાંજ રહ્યો હતો. તેમજ ત્યારબાદ ત્રીજા દિવસે તે ઉત્તરપ્રદેશ ભાગી ગયો હતો. તેમજ મૃતકને તારાપુરમાં અન્ય ચાર લોકો સાથે પણ સમલૈંગિક સંબધો હોવાની કબુલાત કરી હતી. પોલીસે આરોપીનાં મોબાઈલફોનની યુટયુબ હિસ્ટ્રી ચકાસતા તે યુટયુબમાં પોલીસથી બચવા માટેનાં ઉપાયોનાં વિડિયો સર્ચ કરતા હોવાનું ખુલ્યું હતું. 


Asia Cup 2023: આ તારીખે એશિયા કપમાં થશે ભારત-પાકની ટક્કર, સામે આવી મહત્વની વિગત


આ બનાવ અંગે તારાપુર પોલીસે આરોપીની ધરપકડ કરી તેની પાસેથી લુંટ કરાયેલી સોનાની ચેઈન કબ્જે કરી આરોપીનાં રીમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી છે.