ઝી બ્યુરો/સુરત: સરકારે નાના ભૂલકાઓ માટે આંગણવાડીઓ બનાવી છે. અહીં ભૂલકાઓ ભણવા માટે આવે છે, પરંતુ સરકારના પોલીસ તંત્રની નિષ્કાળજીથી ભૂલકાઓ ભયમાં છે, આંગણવાડી અસામાજિક તત્વોનો અડ્ડો બની ગઈ છે. દારૂનો અડ્ડો બની ગયેલી કઈ છે આ આંગણવાડી?


  • ભૂલકા ભણે છે ત્યાં દારૂની રેલમ છેલ!

  • આંગણવાડી બની ગઈ દારૂનો અડ્ડો!

  • પરિષરમાં પડી છે દારૂની અનેક બોટલો 

  • દારૂની પોટલીઓનું પણ છે સામ્રાજ્ય 

  • અહીં ભૂલકાઓને ભણવાનો લાગે છે ભય


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગુજરાતના જ્યાં દારૂ પર પ્રતિબંધ છે, દારૂબંધી વાળા ગાંધીના ગુજરાતમાં આ ઘટનાથી હાહાકાર મચી ગયો છે. તમે દારૂની ખાલી બોટલો, દારૂની પોટલીઓ જોઈ રહ્યા છે, તે કોઈ બુટલેગરનો અડ્ડો નહીં પણ ભૂલકા ભણે છે તે આંગણવાડી છે. સુરતના વિજયનગરમાં આવેલી આ આંગણવાડીને અસામાજિક તત્વોએ દારૂનો અડ્ડો બનાવી દીધો છે. 


શું કરી રહી છે પોલીસ?
આંગણવાડીને અસામાજિક તત્વોએ દારૂનો અડ્ડો બનાવી દીધો છે. એક તરફ આંગવાડીમાં ભૂલકાઓ અભ્યાસ કરે છે અને બીજી તરફ આંગણવાડીની અસામાજિક તત્વોએ પોતાના કબજામાં લઈ લીધી છે. રોજ રાત્રે લુખ્ખાતત્વો અહીં દારૂની પાર્ટી કરે છે. પરંતુ સૌથી મોટી વાત એ છે કે આંગણવાડીથી માત્ર 50 મીટરના જ અંતરે ઉધના પોલીસ ચોકી આવેલી છે. તેમ છતાં શિક્ષણના ધામને અપરાધીઓએ પોતાના કબજામાં લઈ લીધું છે. 


  • ZEE 24 કલાકના સવાલ 

  • પોલીસ ચોકીની નજીક જ કેવી રીતે ચાલે છે પાર્ટી?

  • દારબંધીવાળા ગુજરાતમાં આટલો દારૂ ક્યાંથી આવે છે?

  • સુરતમાં પોલીસ પેટ્રોલિંગ કરતી નથી?

  • સુરતના અપરાધીઓને પોલીસનો જરા પણ ડર નથી?


જ્યારે આ ઘટના ZEE 24 કલાક સમક્ષ આવી તો અમે એક પણ ક્ષણનો વિલંબ કર્યા વીના સીધા જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ત્યાં જઈ એક ધારદાર અહેવાલ તૈયાર કર્યો. અને જ્યારે તેને પ્રસારીત કર્યો તો પોલીસ દોડતી થઈ ગઈ હતી. પોલીસ માટે શરમજનક આ ઘટનાથી પોલીસના જવાનો ત્વરિત ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી હતી. દારૂની જે ખાલી બોટલો પડી હતી તેને ઉપાડીને દૂર કરવાની કાર્યવાહી શરૂ કરી હતી સાથે જ જે અસામાજિક તત્વો મહેફિલ માણે છે તેમને શોધવા માટે ટીમો કામે લગાડી છે. 


પોલીસે હાલ ભલે કાર્યવાહી શરૂ કરી હોય.ઝી 24કલાકના અહેવાલ પછી પોલીસના જવાનો દોડતા થયાં અને પોતાની જે બેઈજ્જતી થઈ છે તેના પર ઢાંકપિછાડો કરવા માટે કાર્યવાહી શરૂ કરી હોય.પરંતુ આ ઘટનાથી પોલીસની કામગીરી સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. પોલીસ ચોકીની નજીક જ કેવી રીતે ચાલે છે પાર્ટી?, દારબંધીવાળા ગુજરાતમાં આટલો દારૂ ક્યાંથી આવે છે?, સુરતમાં પોલીસ પેટ્રોલિંગ કરતી નથી?


સુરતના અપરાધીઓને પોલીસનો જરા પણ ડર નથી? આવા તો અનેક સવાલ ઉઠી રહ્યા છે. ગુજરાતમાં પોલીસ પોતાની ફરજ અને નિષ્ઠાનું પાલન કેટલી સારી રીતે કરે છે તે આ ઘટના પરથી સાબિત થઈ ગયું છે. જોવું રહ્યું કે, રાતના અંધારામાં ચાલતા આવા ગોરખધંધાઓને પોલીસ ક્યારે હંમેશા માટે નેતસ્તનાબુદ કરે છે?