ઝી બ્યુરો/ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં તેમણે નાગરિકો તાલુકા સ્વાગતમાં ઓનલાઈન રજૂઆતો કરી શકે તે માટેના પોર્ટલનું લૉન્ચિંગ કર્યું હતું. તત્કાલીન મુખ્યમંત્રી અને દેશના વર્તમાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્યના છેવાડાના માનવીના પ્રશ્નોના સુખદ નિરાકરણ સુધી પહોંચવાના ઉદ્દેશને ચરિતાર્થ કરવા ઓનલાઈન ફરિયાદ નિવારણ કાર્યક્રમ ‘સ્વાગત’ની વર્ષ 2003થી શરૂઆત કરાવેલી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આગામી 24 કલાક છે ખુબ જ ભારે! આ વિસ્તારોમાં કડાકા સાથે 40થી 45ની ઝડપે પવન ફૂંકાશે


વડાપ્રધાનના નેતૃત્વમાં સુશાસનની બે દાયકાની આ સફળ પહેલને વધુ સુદૃઢ બનાવવા માટે તેમજ નાગરિકોના અવાજને બુલંદ બનાવવાની દિશામાં મુખ્યમંત્રીના હસ્તે લૉન્ચ થયેલું પોર્ટલ વધુ એક મહત્ત્વપૂર્ણ પગલું સાબિત થશે. આજના ટેક્નોલોજીના યુગમાં લોકોના પ્રશ્નોના ઓનલાઈન સુખદ નિરાકરણની વાત જન-જન અને ઘર-ઘર સુધી પહોંચાડવા માટે આ સ્વાગત ઓનલાઈનના Facebook, Twitter, Instagram અને Kooના સોશિયલ મીડિયા પેજ શરુ કરવામાં આવ્યા છે, તેનો પણ મુખ્યમંત્રીએ પ્રારંભ કરાવ્યો હતો.  


પાસપોર્ટ રિન્યુના ગૂંચવાડામાં અમદાવાદમાં અટવાયો પૌત્ર, દાદાએ કોર્ટના દરવાજા ખખડાવ્યા


સોશિયલ મીડિયાના માધ્યમથી સ્વાગતમાં રાજ્યના નાગરિકોની રજૂઆતોના ત્વરિત અને અસરકારક નિરાકરણની સફળ વાતો લોકો સુધી પહોંચે, તે માટે સ્વાગતના આ સોશિયલ મીડિયા પેજ ઉપયોગી બની રહેશે. એટલું જ નહીં, લોકોમાં જાગૃતિ આવે તથા સ્વાગત ઓનલાઇન કાર્યક્રમ થકી સ્થાનિક વહીવટી તંત્ર સાથે જોડાઇને લોકો સમસ્યાનું સુખદ સમાધાન મેળવે તેવા આશયે તાલુકા સ્વાગતમાં રજૂઆતો માટેનું ઓનલાઈન પોર્ટલ પણ ઉપયુક્ત બનશે.


મોતના રસ્તે અમેરિકા જવા કરતા ગામડે ખેતી કરવી સારી, એજન્ટો ગુજરાતીઓને વચ્ચેથી જ ગાયબ


તદ્દનુસાર, રાજ્યના નાગરિકો તાલુકા સ્વાગતમાં ઓનલાઈન ફરિયાદ-પ્રશ્નની સ્વાગત પોર્ટલ પર ઇ-મેઈલ આઇડી અને મોબાઈલ નંબર સાથે 2000 શબ્દોની મર્યાદામાં રજૂઆત કરી શકશે. આ માટે દર મહિનાના ચોથા બુધવારે યોજાતા તાલુકા સ્વાગત કાર્યક્રમમાં 1 થી 10 તારીખ સુધીમાં ઓનલાઇન એન્ટ્રી કરાવવાની રહેશે. ઓનલાઇન એન્ટ્રી બાદ જનરેટ થયેલ નંબરના ઉપયોગ દ્વારા અરજદાર પોતાની અરજીનું સ્ટેટસ પણ જાણી શકશે. લોકોની ફરિયાદો-રજૂઆતોના ઓનલાઈન નિવારણ માટે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત કાર્યક્રમ યોજાય છે અને તેનું ટેક્નોલોજીના માધ્યમથી નિરાકરણ કરવામાં આવે છે.


જેનીફર સાથે આ શું થઈ રહ્યું છે? અસિત મોદી વિરુદ્ધ ફરિયાદ કર્યા બાદ થયા આ હાલ


તદ્દનુસાર, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં નવ જેટલી રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી, અને સરકારના વિભાગો તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ત્વરિત નિવારણ માટેની સૂચનાઓ આપી હતી. મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું કે સરકાર પક્ષે કે વિભાગો વચ્ચેના સંકલનના અભાવે સમસ્યાના નિવારણમાં વિલંબ ન થાય અને અરજદારને સમયસર, ઝડપી ન્યાય મળે તેવું દાયિત્વ સહુ નિભાવે.


શનિ દોષ દુર કરવા જાપ કરો આ 5 માંથી કોઈ એક મંત્રનો, શનિ દેવનો ક્રોધ થશે શાંત


અત્રે નિર્દેશ કરવો જરૂરી છે કે જુલાઈ મહિનામાં યોજાયેલા ગ્રામ, તાલુકા, જિલ્લા અને રાજ્ય સ્વાગત મળીને કુલ 6,363 રજૂઆતો આવી હતી, તેમાંથી 82.49 ટકા એટલે કે 5,249નો ઉકેલ લાવી દેવાયો છે. આ જુલાઈ મહિનાના રાજ્ય સ્વાગતમાં મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ કે. કૈલાસનાથન, અધિક મુખ્ય સચિવ પંકજ જોશી તેમજ સંબંધિત વિભાગોના વરિષ્ઠ સચિવો ઉપસ્થિત રહ્યા હતા.


નવરાત્રિની ખરીદી પહેલાં જરૂર લેજો આ 5 માર્કેટની મુલાકાત, નહીંતર છેતરાયાનો થશે અહેસાસ