Animal Attack : આજકાલ તમે સાંભળતો હશો કે રસ્તા પર કૂતરાઓનો આતંક વધી રહ્યો છે. કૂતરાઓ રસ્તા પર પસાર થતા લોકો પર હુમલો કરે છે. પરંતું માત્ર કુતરાઓ જ નહિ, કોરોના પછી કેટલાક પ્રાણીઓના કરડવાના કેસમાં 135 ટકા વધારો થયો છે. કોરોના બાદ ઊંટ, બિલાડી, રાની પશુઓના માણસો પર હુમલા વધી રહ્યાં છે. ગુજરાતમાં 3 વર્ષમાં 12 લાખ 55 હજારથી વધુ લોકોને શ્વાન કરડ્યા છે. 3 વર્ષમાં ગુજરાતમાં 23 હજાર 537 લોકોને સાપ કરડ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના બાદ પશુઓ કરડવાના કેસમાં 135 ટકાનો વધારો થયો છે. ગુજરાતમાં 3 વર્ષમાં રખડતાં શ્વાન કરડવાના કેસમાં વધારો થયો છે. તો 3 વર્ષમાં શ્વાન કરડવાથી ગુજરાતમાં 8 લોકોના મોત થયા છે. આ ઉપરાંત છેલ્લાં 3 વર્ષમાં ગુજરાતમાં 23 હજાર 537 લોકોને સાપ કરડ્યા છે. 3 વર્ષમાં સાપ કરડવાથી 115 લોકોના મોત થયા છે. 


વરસાદનો સરક્યુલેશન રુટ બદલાયો, આજે આ 4 જિલ્લામાં યલો એલર્ટ અને 2 જિલ્લામાં રેડ એલર્ટ


આ આંકડા ચોંકાવનારા છે. સાપના દંખથી સૌથી વધુ દક્ષિણ ગુજરાતના નાગરિકોના મોત થયા છે. સાપના કરવડાથી તાપી, વલસાડ તેમજ સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓના 115 લોકોના મોત થયા છે. આ ઉપરાંત ઊંટ, બિલાડી, જંગલી રાની પશુઓના કરડવાના કિસ્સા પણ વધ્યા છે. આંકડા અનુસાર, ત્રણ વર્ષમાં આ પ્રકારના પ્રાણીઓના કરડવાના 17,722 કેસ બન્યા છે. જેમાંથી 30 નાગરિકોના મોત નિપજ્યા છે. 


આગામી ત્રણ કલાક માટે હવામાન વિભાગની ઘાતક આગાહી, આ ચાર જિલ્લાવાળા ખાસ સાચવજો


એક અંદાજ અનુસાર, કોરોના બાદ આ હુમલાઓમાં એકાએક વધારા થયા છે. કોવિડ 19 ની મહામારી બાદ ઊંટ, બિલાડી તથા જંગલી રાની પશુઓ ઘાતક બન્યા છે. જેથી તેમના કરડવાના કેસમાં 135 ટકાનો ઉછાળો આવ્યો છે. વર્ષ 2020-21 માં આ પ્રકરાના 3713 કેસ નોંધાયા હતા. તો વક્ષ 2022-23 માં આ પ્રકારના 8718 કેસ નોંધાયા છે.


બે પ્રેમીઓની એક જ ગર્લફ્રેન્ડ : યુવતીના પામવા માટે બે યુવકો વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ