ભાવિન ત્રિવેદી/જૂનાગઢ :ગીર જંગલ સિંહ સિવાય અનેક પ્રાણીઓનું ઘર છે. ત્યારે આ ઘરમા વસતા તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી વન વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી છે. ગીર જંગલ સહિત દરીયા કિનારે પણ તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવામાં આવશે. વન વિભાગે ખાસ અલગ અલગ ટીમ બનાવી ગણતરી હાથ ધરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સાસણ ગીર જંગલના 1400 થી વધારે સ્ક્વેર કિલોમીટર વિસ્તારમાં ફેલાયુ છે. આ જંગલમા વસતા તૃણાહારી પ્રાણીઓની વસતી ગણતરી શરૂ કરવામાં આવી છે. જેમા હરણ, ચિત્તલ, સાબર, નીલગાય, ચોસિંગા, ચિંકારા, જંગલી ભૂંડ, વાંદરાની સાથે મોરની પણ વસ્તી ગણતરી કરવામાં આવશે. વન વિભાગના DFO મોહન રામે જણાવ્યું કે, વન વિભાગના સ્ટાફને ખાસ ટ્રેનીંગ આપવામાં આવી છે. જેમા વન વિભાગના નક્કી કરેલા રૂટ પર જીપ્સી અને બાઈક દ્વારા ગણતરી કરવમાં આવશે. તેની સાથે ટેકનોલોજીનો ઉપયોગમા દૂરબીન તેમજ કેમેરાથી ચકાસણી કરાશે.



આ ઉપરાંત તૃણાહારી પ્રાણીઓની કઈ જગ્યાએ નર અને કઈ જગ્યાએ માદા જોવા મળ્યું તેનો પણ અભ્યાસ કરીને પેપરવર્ક કરવામા આવશે. આ ગણતરી 8 મેના રોજથી શરૂ થી છે, જે 20 મે સુધી ચાલશે અને ત્યાર બાદ અંદાજીત ગીર જંગલમા કેટલાં તૃણાહારી પ્રાણીઓ વસવાટ કરે છે તેનો અંદાજ આવશે. 


ડો.મોહન રામે કહ્યુ કે, આજે ગીર જંગલમા સિંહ અને દીપડાનો ખોરાક મનાતા તૃણાહારી પ્રાણીઓ છે. જ્યારે તૃણાહારી પ્રાણીઓની વસ્તી ગણતરી ઉનાળામાં કરવી વધુ સરળ છે. કારણ કે, આ પ્રાણીઓ ઉનાળામાં સૌથી વધુ પીવાના પાણીના પોઇન્ટ ઉપર આવે છે, જેનાથી તૃણાહારી પ્રાણીઓની ગણતરી કરવામાં આસાની થાય છે.