નિધિરેશ રાવલ/ગાંધીધામ: અંજાર ધોળાવીરા બસના કંડકટરની સાચી સેવા કરી રહ્યા છે. કાળઝાળ ગરમીમાં મુસાફરોને ઠંડુ પાણી પીવડાવી રહ્યા છે. અંજારથી ઉપડતી એસ ટી બસમા મુસાફરોને મળે છે ઠંડુ પીવાનું પાણી સરકારી બસની વાત આવે એટલે તુટલી સીટો, ખખડધજ બસ, તુટેલા કાચ નજર સામે આવે પરંતુ અંજારથી ધોળાવીરા જતી બસના સેવાભાવી અને સાલસ સ્વભાવના કંડકટર અશોકસિંહ દાનુભા જાડેજા દ્વારા મુસાફરો માટે અનોખો સેવા યજ્ઞ શરૂ કર્યો છે. હાલમા પડી રહેલી કાળઝાળ ગરમીમાં મુસાફરને ઠંડુ પાણી મળે તેવી વ્યવસ્થા કરી છે. સ્વ ખર્ચે દરરોજ પાણીના કેરબા ખરીદ કરીને અંજાર ધોળાવીરા બસના મુસાફરોને ઠંડુ પાણી પીવડાવે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

'રેમલ' એક- બે નહીં 7 દિવસ કહેર મચાવશે! આ તારીખે ગુજરાતમાં આંધી-વંટોળ સાથે તૂટી પડશે!


આ સેવા કાર્યમાં મુસાફરો પણ તેમને મદદ રૂપ થાય છે. પાણુના પ્લાન્ટમાથી પાણીના કેરબા ખરીદે ત્યારે મુસાફરો કેરબા બસ સુધી લઈ જાય છે અને સેવા યજ્ઞમાં પોતાનો સહકાર પણ આપે છે. અંજાર ધોળાવીરા એસટીની લોકલ બસમાં મુસાફરી કરતા લોકોને કાળજાળ ગરમીમાં પણ ઠંડુ પાણી મળી રહે તે માટેની વ્યવસ્થા કરવામાં આવી છે અંજારથી ધોળાવીરા જતી આ લોકલ બસમાં છેલ્લા ઘણા વર્ષોથી કંડકટર તરીકે ફરજ બજાવતા કંડક્ટર દ્વારા ઠંડા પાણીના ચાર કેરબા બસમાં રહે તેવી વ્યવસ્થા ગોઠવી છે અને બાલ વૃદ્ધો કે બાળકોને પોતાના હાથે પાણી પીવડાવે છે. 


અમદાવાદમાં 2 મહિના માટે ભાડાના નિયમો બદલાયા, પોલીસે કહ્યું એક મહિનો જેલમાં પૂરી દઈ


આ અંગે કંડકટર અશોકસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે વર્ષોથી આ રૂટ ઉપર કંડકટર તરીકે ફરજ બજાવું છું આ વિસ્તારના લોકો હરહંમેશ અમોને ઉપયોગી અને સહયોગી બને છે ત્યારે મારી પણ ફરજ છે કે તેમને મુસાફરી દરમિયાન ઠંડુ પાણી મળી રહે તેમજ વધુમાં ક્યારેક કોઈ સંજોગો વસાત મુસાફર પાસે ટીકીટના પૈસા ન હોય તો પોતાના ખર્ચે ટીકીટ આપીને મુસાફરી કરાવું છું અને તેમને માતાએ આપેલી સુચના મુજબ અબાલ વૃધ્ધને સામાન ચડાવવા અથવા બસમા સીટ ન હોય તો પોતાની સીટ ખાલી કરી તેમને બેસવાની વ્યવસ્થા પણ કરી આપુ છું તેમ જણાવ્યુ હતું. 


ભૂપેન્દ્ર 'દાદા'ની આ વાત સાંભળી કે નહીં! ગુજરાતના દરેક લોકોની છે ચિંતા, ટ્વીટ કર્યું


આ અંગે અંજાર ડેપો મેનેજર એચ. આર. સુમરાએ પોતાના ડેપોના કંડકટરની સેવાની સરાહના કરી હતી અને અન્ય કંડકટર દ્વારા પણ તેમાંથી પ્રેરણા લે તેમ જણાવ્યું હતું. આ બસમા મુસાફરી કરતા મુસાફરો દિલીપભાઈ જોષી અને અશોકકુમાર વૈષ્ણવે કંડકટરની સેવાને બિરદાવી હતી અને બસના અંતિમ સ્ટોપ સુધી પાણીની વ્યવસ્થા કરવામાં આવે છે તેમ જણાવ્યું હતું