બુરહાન પઠાણ/આણંદ: જિલ્લાના આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખના ઘરેથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે શહેર કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

હવે કેમનું બહાર નીકળવું આ શહેરમાં! રોજના 65 કેસ, આખા ગુજરાતમા રખડતા શ્વાનનો આતંક


ગાંધીના ગુજરાતમાં દારૂબંધીની વાતો કરતા કોંગ્રેસ પક્ષના નેતા જ દારૂનો વેપલો કરતા ઝડપાયા છે. આંકલાવ પોલીસે બાતમી આધારે આંકલાવ શહેર કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમારના ઘરે ગત મોડી રાત્રે છાપો માર્યો હતો, જ્યાં વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડનો દારૂ તેમજ બિયરના ટીનનો જથ્થો મળી આવ્યો હતો. 


કોરોનાની જેમ જીવલેણ બન્યો હાર્ટ એટેક! આ જિલ્લાઓમા આજે વધુ 5 જિંદગીઓનો જીવનદીપ બુઝાયો


આંકલાવ પોલીસે મહેન્દ્રસિંહ પરમાર તેમજ અન્ય બે શખ્સ સામે ગુનો નોંધી શહેર કોંગ્રેસ પ્રમુખની ધરપકડ કરી છે, જ્યારે બાકીના બે આરોપીઓને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખ જ દારૂનો વેપલો કરતો હોવાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. આ સાથે કોંગ્રેસ દ્વારા મહેન્દ્રસિંહ પરમારને તત્કાલ શહેર પ્રમુખ પદેથી સસ્પેન્ડ પણ કરી દેવામાં આવ્યા છે.


સુરતે મુંબઈને આપ્યો મોટો ઝટકો: ધડાધડ ઓફિસો થવા લાગી બંધ, 3400 કરોડમાં થયો આ ખેલ!


હાલ પોલીસ દ્વારા આરોપી મહેન્દ્રસિંહ પરમારના રિમાન્ડ માટેની તજવીજ હાથ ધરાઈ છે. 


આ છે સુરતના 'વિજય માલ્યા'! શાહ પરિવાર કેવી રીતે કરોડોનું ફુલેકું ફેરવી US ભાગ્યો?