’પાગલ પ્રેમી આવારા’: પ્રેમીકાની સાથે આસપાસના લોકો પણ થયા ભયભીત
અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સીમાં વાહનો સળગાવી આતંક મચાવનાર ભરૂચના શખ્સને જી.આઈ.ડી.સી પોલીસે ઝડપી પાડતા પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. પ્રેમના નશામાં ચૂર બનેલા પ્રેમીને પ્રેમીકાના ઇનકારે આખરે વિલન બનાવી મુક્યો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ મથકની હદમાં આવેલ ભડકોદ્રા વિસ્તાર છેલ્લા કેટલાક વખતોથી ટીવી સ્ક્રીન અને છાપાઓની કોલમમાં છવાયેલું જોવા મળ્યું હતું.
ભરત ચુડાસમા/ભરૂચ: અંકલેશ્વરના ભડકોદ્રા વિસ્તારમાં આવેલ મંગલમ રેસિડેન્સીમાં વાહનો સળગાવી આતંક મચાવનાર ભરૂચના શખ્સને જી.આઈ.ડી.સી પોલીસે ઝડપી પાડતા પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. પ્રેમના નશામાં ચૂર બનેલા પ્રેમીને પ્રેમીકાના ઇનકારે આખરે વિલન બનાવી મુક્યો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર GIDC પોલીસ મથકની હદમાં આવેલ ભડકોદ્રા વિસ્તાર છેલ્લા કેટલાક વખતોથી ટીવી સ્ક્રીન અને છાપાઓની કોલમમાં છવાયેલું જોવા મળ્યું હતું.
જેમાં પ્રથમ ઘટના એક કારમાં આગ ચંપીથી બની હતી. બાદમાં તાજેતર મંગલમ રેસિડેન્સીના પાર્કિંગમાં મોડી રાત્રે 10 જેટલી મોટરસાયકલોમાં આગ લગાવવામાં આવી હતી. હજુએ ઘટનાનો ભય લોકો વચ્ચેથી દુર થયો નથી અને તેના બીજા જ દિવસે વધુ એક ઘટનાપ્રકાશમાં આવી જેમાં એક મકાનની બહાર પગરખા લાઈનમાં મૂકી સળગાવવામાં આવ્યા હતા. અને મકાનને આગ ચાંપવાનો પ્રયાસ પણ કરાયો હતો.
"ચોકીદાર જ નીકળ્યો ચોર" 6 લોકોની કારઇ ધરપકડ, વેપારીઓની યોજાશે બેઠક
એક પછી એક બની રહેલ ઘટનાઓના પગલે રેસિડેન્સીના રહીશો અને સ્થાનિક લોકો ભયમાં મુકાયા હતા. તો બીજી તરફ પોલીસ સામે પણ પડકાર ઉભો થયો હતો. વિસ્તારના સીસીટીવી કેમેરાના ફૂટેજ અને કોલ ડીટેલની તપાસ કરતા પોલીસને મહત્વની કડીઓ મળી આવી હતી. અને આખરે સમગ્ર ઘટના ક્રમનો વિલન પોલીસના સકંજામાં આવી પહોંચ્યો હતો.
ઉત્તરાયણની અનોખી ઉજણી: યુવતીઓએ આ રીતે ટેટૂ કરાવી આપ્યો આવો સંદેશ
ભરતકામ કરવાનો વ્યવસાય કરતો અને ભરૂચ શહેરના આલી પાંજરા પોળ નજીક રહેતો જયદેવ હરિસિંગ નકુમ પોલીસ તપાસમાં ઝડપાયો હતો. પોલીસે આરોપીની પૂછપરછ કરતા પોલીસ સમક્ષ ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. જેમાં એક મહિલાના પ્રેમમાં જયદેવ પડ્યો હતો. પરંતુ મહિલાએ તેના પ્રેમનો ઇન્કાર કરતા આખરે જયદેવ રેસિડેન્સીના લોકો માટે ફિલ્મી વિલનની ભૂમિકાની જેમ નજરે પડ્યો અને એક પછી એક ચર્ચાસ્પદ ઘટનાઓને અંજામ આપી લોકોની ઊંઘ હરામ કરી નાખી હતી.